Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ક્રેડાઇ ગુજરાતની ટીમ મળી પટેલ-પાટિલ-સંઘવીનેઃ અગ્નિવીર યોજનાને આપ્‍યો આવકારઃ કેન્‍દ્રને અભિનંદન

ક્રેડાઇ ગુજરાત અગ્નિવીર ડીગ્રી ધરાવતા ૩૦૦૦ યોગ્‍ય ઉમેદવારોને દર વર્ષે રિયલ એસ્‍ટેટમાં રોજગારી આપશે

અમદાવાદ, તા.૨૨: તાજેતરમાં ક્રેડાઈ ગુજરાતની ટીમ સાથે રાજ્‍યના માનનીય મુખ્‍ય મંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય સાંસદ લોકસભા શ્રી સી.આર.પાટીલ, માનનીય ગળહ રાજ્‍ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાથે મીટીંગ મળી હતી. તેઓશ્રીએ ભારત સરકારશ્રીના રક્ષામંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ અગ્‍તિવીર યોજનાની સમજ આપી હતી.
ક્રેડાઈ ગુજરાત અગ્નિવીર યોજનાને આવકારે છે અને સરકારશ્રી યુવાનો માટે કરવામાં આવેલ આ જાહેરાત માટે અભિનંદન પાઠવે છે.
શિસ્‍ત અને સમર્પણ માટે ખૂબજ વિખ્‍યાત આપણા ભારતીય સેન્‍ય દર વર્ષે ૫૦,૦૦૦ નવ યુવાનોને શારિરીક અને સ્‍કીલ ટ્રેઈનીંગ આપશે. આ ચાર વર્ષની ટ્રેનીંગમાં ભારત સરકાર આ યુવાનોને એક ખૂબજ સરસ આર્થિક પેકેજ આપશે. તદઉપરાંત ૪ વર્ષનું અગ્નિવીર સ્‍નાતક ડીગ્રી આપશે.
સેન્‍ય સેવામાં ટ્રેઈન્‍ડ વ્‍વકિતઓને સરકારશ્રીના અન્‍ય ખાતાઓ, અર્ધ સરકારી વિભાગો અને પ્રાઈવેટ સેકટરમાં તેમની સ્‍કીલના આધારે કામ કરવાની તક મળશે અને તેમાં આવા પ્રકારની વ્‍યક્‍તિઓને અગ્રતાના ધોરણે પસંદ કરવામાં આવે છે.
સરકારશ્રીની આ યોજનામાં ક્રેડાઈ ગુજરાતે સહભાગી થવાનો અને ખભેથી ખભો મિલાવીને ચાલવાનો નિર્ણય કર્યો છે. ક્રેડાઈ ગુજરાત અગ્નિવીર ડીગ્રી ધરાવતા ૩,૦૦૦ યોગ્‍ય ઉમેદવારોને દર વર્ષે ગુજરાતભરના રીયલ એસ્‍ટેટ સેક્‍ટરમાં રોજગારી આપવાની ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીને બાંહેધરી આપે છે.
વધુમાં ક્રેડાઈ ગુજરાતની ટીમ ક્રેડાઈ ઈન્‍ડીયામાં સમાવીષ્ટ ર૬ રાજ્‍યોના ક્રેડાઈ ચેપ્‍ટરમાં આ યોજના વિશે સમજ આપશે. ભારતભરનું રીયલ એસ્‍ટેટ સેક્‍ટર વાર્ષિક ૩૦,૦૦૦ અગ્નિવીરોને રીયલ એસ્‍ટેટ સેક્‍ટરમાં કાયમી ધોરણે રોજગારી આપે તેવા પ્રયત્‍નો કરવામાં આવશે. તેમ અજય પટેલ (ચેરમેન), હેમંત પટેલ (પ્રેસીડેન્‍ટ), નિલેશ દોશી (માનદ મંત્રી)ની યાદી જણાવે છે.

 

(4:14 pm IST)