Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

શાળા પ્રવેશોત્સવમાં વ્યસ્ત મંત્રીઓને-ધારાસભ્યોને કાલે ગાંધીનગર પહોંચવા અણધાર્યો આદેશ

રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીનું અપાતુ સત્તાવાર કારણઃ રાજકીય માહોલ ગરમ

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગરઃ રાજ્યમાં આવતીકાલે ગુરૂવારથી ૩ દિવસ માટે સરકારનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ થઇ રહ્ના છે. મંત્રીઓને અલગ-અલગ જિલ્લા ફાળવી દેવાયા છે. ધારાસભ્યોને સ્થાનિક કક્ષાઍ કાર્યક્રમોમાં હાજર રહેવા જણાવાયું છે. મોટાભાગના મંત્રીઓ આજે પોતાને સોંપાયેલ વિસ્તારમાં પહોંચી ગયા છે તેવા ટાણે જ અચાનક પ્રદેશ ભાજપ તરફથી આવતીકાલની બેઠક જાહેર કરવામાં આવી છે. કાલે ૪ વાગ્યે કમલમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપના ધારાસભ્યોની બેઠકમાં અચૂક હાજરી આપવા દંડક તરફથી સૂચના અપાઇ છે. દુરના વિસ્તારોમાં પૂર્વ નિર્ધારીત કાર્યક્રમોમાં જતા રહેલા મંત્રીઓને આ આદેશથી આશ્ચર્ય થયુ છે. કાલે બપોર પછી ગાંધીનગર પહોîચી જાય તે રીતે પાછા ફરવાની તૈયારીમાં લાગી ગયા છે. બેઠકનું સત્તાવાર કારણ રાષ્ટ્રપતિની ચૂંટણીનું માર્ગદર્શન અને તૈયારી હોવાનું કહેવાય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન ૧૮ જુલાઇઍ છે. છતાં અચાનક આવતીકાલે ધારાસભ્યોને તેડુ આવતા વર્તમાન રાજકીય સંજાગોમાં ચર્ચા જાગી છે.

(4:37 pm IST)