Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વડોદરા:વાઘોડિયા રોડ પર વુડાના એપાર્ટમેન્ટમાં ટેરેસ પર હારજીતનો જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પોલીસે જેલ હવાલે કર્યા

વડોદરા:વાઘોડિયા રોડ વિસ્તારમાં ગઈ સાંજે પોલીસે એપાર્ટમેન્ટની ટેરેસ પર દરોડો પાડી જુગાર રમતા આઠ જણાને ઝડપી પાડયા હતા.

પરિવાર ચાર રસ્તા પાસે વુડાના મકાનોની ટેરેસ પર કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે આઠ જુગારીયાઓને ઝડપી પાડી તેમની પાસે રોકડા રૂ 28 હજાર,6 મોબાઈલ, ચાર સ્કૂટર અને મોબાઇલ મળી રૂ.દોઢ લાખની મતા કબજે કરી હતી.

પોલીસે પકડેલા જુગારીયાઓમાં (1) કિશન રામાભાઇ માછી (કિશનવાડી વુડાના મકાન માં),(2) દેવરાજ ઉર્ફે અમિત જગદીશ ભાઈ કહાર (કબીર નગર વાઘોડિયા રોડ) (3) સંદિપ કિશન ભાઈ કહાર (ઝંડા ચોક કિશનવાડી) (4) અજય રવજીભાઈ માછી ( કબીર ચોક, કિશનવાડી) (5) વંશી ગલાભાઈ (દિપક નગર વસાહત,વાઘોડિયા રોડ) (6) પૂનમ અરૂણભાઇ માછી (કબીર ચોક, કિશનવાડી)(7) શૈલેષ નારાયણભાઈ રાઠોડ (શાન્તિ નગર, આજવા રોડ) (8) નિલેશ લીલાધર કહાર (બાવચાવાડ, પાણીગેટ) નો સમાવેશ થાય છે. જ્યારે રાવજી અને સંજય ટકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

(6:32 pm IST)