Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

નજીવી બાબતે વડોદરાના દંતેશ્વરમાં ઝઘડો થતા દંપતી પર હુમલો કરનાર બે ભાઈઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: દંતેશ્વરમાં રહેતા રિક્ષા ડ્રાઇવર અને તેમના પત્ની પર બે ભાઇઓએ ઝઘડો કરી માર માર્યો હતો.જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

દંતેશ્વર રાઘવનગરમાં રહેતા ગીતાબેન સુંદરભાઇ જાદવે મકરપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા.૨૦ મી  જૂને હું મારા પતિની રિક્ષામાં બેસી મારા ઘરે જતી હતી.  રાઘવનગરના નાકા પાસેથી પસાર થતા હતા ત્યારે રાઘવનગરમાં રહેતો બાદલ ગોપાલભાઇ પઢિયાર તથા તેનો ભાઇ આયેશ  આવ્યા હતા.તેઓએ મારા  પતિ સુંદરભાઇ સાથે ઝઘડો કરીને કહ્યું હતું કે, તું બહારથી માણસો કેમ બોલાવે છે ?તેઓએ  મારા પતિને ગાળો બોલી  ગડદાપાટુનો માર માર્યો હતો.જેથી,હું મારા પતિને છોડાવવા માટે વચ્ચે પડી હતી.તે બંનેએ મને પણ ધમકી આપતા કહ્યું હતું કે,તું વચ્ચે પડીશ તો તને જાનથી મારી નાંખીશું.મેં બૂમાબૂમ કરતા લોકોનુૅ ટોળું ભેગું થઇ ગયું હતું.જેથી,હુમલાખોર ભાઇઓ સ્થળ પરથી ભાગી ગયા હતા.

(6:32 pm IST)