Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

વડોદરા:સાયકલ પર જતા શ્રમજીવીને મોપેડ ચાલકે ટક્કર મારતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હોવાની માહિતી

વડોદરા:બાજવા સરકારી દવાખાના પાછળ રહેતા શ્રમજીવી આજે સાઇકલ લઇને ઘરે જમવા માટે જતા હતા.તે દરમિયાન એક  મોપેડ ચાલકે તેઓને ટક્કર મારતા તેઓનું મોત નિપજ્યું છે.જે અંગે છાણી પોલીસે  ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બાજવા  સરકારી દવાખાનાની  પાછળ રહેતા કેસુભાઇ ખાનાભાઇ દલસાણીયા (ઉ.વ.૬૪) છૂટક મજૂરી કરે છે.આજે બપોરે તેઓ સાઇકલ લઇને ઘરે જતા હતા.તે દરમિયાન એક મોપેડ ચાલકે ટક્કર મારતા તેઓને મોપેડની કીક ગળાના ભાગે વાગતા ગંભીર ઇજા થઇ હતી.તેમજ પાંસળીમાં પણ ઇજા થઇ હતી.જેથી,તેઓનું મોત નિપજ્યું છે.જે અંગે છાણી પોલીસે મોપેડ ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

જ્યારે અન્ય એક બનાવમાં એક્સપ્રેસ  હાઇવે પર આજોડ કટ પાસેથી બાઇક લઇને જતા વિઠ્ઠલ જીમાભાઇ રાઠવા (ઉ.વ. ૨૦) ને બસ  ચાલકે  ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી.જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.જે અંગે તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટમાં લવાયેલ 18 લાખનો દારૂનો જથ્થો બાતમીના આધારે ઝડપવામાં આવ્યો

વડોદરા: હરણી ગોલ્ડન ચોકડી પાસેથી રૃ.૧૮ લાખનો દારૃ પકડનાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આજે સાંજે વધુ એક સ્થળે દરોડો પાડીને દારૃનો જથ્થો પકડવામાં આવ્યો હોવાની વિગતો  બહાર આવી છે.ગોલ્ડન ચોકડી પાસે રૃ.૧૮લાખનો દારૃ પકડનાર સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવાનો હુકમ કરાયા બાદ તપાસ અધિકારી દ્વારા કન્ટેનર સાથે પકડાયેલા ડ્રાઇવર અશોકસિંગની જેલમાં જઇને પૂછપરછ કરવામાં આવનાર છે.તો બીજીતરફ આજે સાંજે ફરી એક વાર સ્ટેટ મોનિટરિંગ સેલે કારેલીબાગ જલારામ મંદિર વિસ્તારમાં દરોડો પાડીને  ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી અંદાજે પ૦ થી વધુ દારૃની પેટીઓ પકડવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે.આ અંગે સત્તાવાર રીતે કારેલીબાગના અધિકારીઓ  પણ કાંઇ કહેવા તૈયાર નથી. જ્યારે,એસએમસીના પણ કોઇ અધિકારીનો સંપર્ક થયો નથી.

(6:33 pm IST)