Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

પોલીસ બની શિક્ષક અને પોલીસ સ્ટેશન બન્યા વર્ગખંડ:બાળકોના મનમાં પોલીસનો ભય દૂર કરવાનો અભિગમ

ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં શહેરી અને ગ્રામ્યની દરેક શાળાના છાત્રોની મુલાકાતનું થઈ રહેલું આયોજન

ભરૂચના 30 જેટલા પોલીસ સ્ટેશન પાઠશાળા અને વર્ગખંડોમાં તબદીલ થયેલા જોવા મળે છે. ભારતનું આવતીકાલનું ભાવિ આજના વિધાર્થીઓ છે. વિદ્યાર્થીઓને શાળકીય શિક્ષણ સહિત કાયદાકીય, ટ્રાફિક નિયમો અને પોલીસની કામગીરી અંગે રૂબરૂ વાકેફ કરાવવા ભરૂચ જિલ્લા પોલીસ વડા DSP ડો. લીના પાટીલને ‘પોલીસની પાઠશાળા’ નો સુંદર વિચાર આવ્યો હતો.

નવા શેક્ષણિક સત્ર સાથે જ જિલ્લા પોલીસ શિક્ષક અને સ્ટાફ બની ગઈ અને વિવિધ પોલીસ સ્ટેશનો જેવા કે ભરૂચ, અંકલેશ્વર, દહેજ, સહિતના વર્ગખંડ. અને એક બાદ એક શાળાના વિદ્યાર્થીઓની હાજરી સાથે પોલીસ મથકોએ PI, PSI, મહિલા પોલીસ, ટ્રાફિક પોલીસ અને સ્ટાફે વિદ્યાર્થીઓને શિક્ષક બનેલી પોલીસે શિક્ષણ આપવાનું શરૂ કર્યું.

મૂળ આ પેહલનો હેતુ વિદ્યાર્થીમાં રહેલી પોલીસની ઓળખ અને તેનો ભય દૂર કરવાનો હતો. સાથે જ દેશનો ભાવિ નાગરિક એવો વિદ્યાર્થી પોતાના પરિવાર, સમાજ, શહેર, ગામ, જિલ્લા, રાજ્ય અને દેશ માટે આદર્શ બને તે રહેલો છે. કાયદા, કાનૂન વિવિધ જોગવાઈ, ટ્રાફિક નિયમો જાણી તેનું પાલન કરે સાથે જ લો એન્ડ ઓર્ડર ને પોતે હાથમાં ન લે અને અન્યને પણ કાયદા વિરોધી કૃત્ય ભરતા અટકાવે કે તે માટે પોલીસને માહિતગાર કરે.

શહેર અને જિલ્લાના હંગામી નવા શાળા સંકુલો અને વર્ગખંડ બનેલા પોલીસ સ્ટેશનોની વિવિધ શાળાઓના વિધાર્થીઓ મુલાકાત લઈ રહ્યા છે. જેઓને પોલીસની વહીવટી કામગરી સાથે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પોલીસ કઈ રીતે જાળવે છે તેનું પણ પ્રેક્ટિકલ જ્ઞાન અપાઈ રહ્યું છે. સાથે જ વિવિધ શસ્ત્રોથી પણ માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. પ્રેક્ટિકલ જ્ઞાન સાથે શિક્ષક બનેલી પોલીસ પોલીસ પાઠશાળામાં થિયરી પણ સમજાવી વિધાર્થીઓ સાથે પ્રશ્નોતરી યોજી તેઓને મુંઝવતા પોલીસ અને તેની કામગીરી સહિત કાયદાકીય સવાલોના જવાબ પણ આપી રહી છે.

(8:27 pm IST)