Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક : 7મી જુલાઈથી રાજસ્થાનના ઝુનઝુનમાં યોજાશે

બેઠકમાં દેશભરના બધા પ્રાંતો માંથી પ્રાંત અને સહ પ્રાંત પ્રચારક ઉપસ્થિત રહેશે

અમદાવાદ :રા.સ્વ.સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલજી આંબેકરની યાદીમાં જણાવ્યા અનુસાર આગામી તારિખ 7-8-9 જુલાઇ 2022 એમ ત્રણ દિવસ રાજસ્થાનના ઝુનઝુનુમાં આયોજીત થશે.આ બેઠકમાં દેશભરના બધા પ્રાંતો માંથી પ્રાંત અને સહ પ્રાંત પ્રચારક આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.
સંઘનાં પ.પુ.સરસંઘચાલક  મોહનજી ભાગવત ,મા.સરકાર્યવાહ દત્તાત્રેયજી હોસબોલે સહસરકાર્યવાહ ડો.કૃષ્ણ ગોપાલજી , ડો.મનમોહનજી વૈદ્ય ,સી.આર.મુકુંદ , અરુણકુમારજી અને શ્રી રામદત્તજી ઉપરાંત સંઘના વિવિધ કાર્યવિભાગના પ્રમુખો , સહપ્રમુખો , અ.ભા. કાર્યકારણીના પ્રચારક સદસ્યો વિવિધ ક્ષેત્રોના અ.ભા.સ્તરના સંગઠન મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
આ બેઠક સંગઠન સંબંધીત વિભિન્ન વિષયો પર કેન્દ્રીત રહેતી હોય છે.સંઘના પ્રશિક્ષણ વર્ગો 'સંઘ શિક્ષા વર્ગ ' ના વૃત એની સમીક્ષા.આગામી વર્ષનુ આયોજન , પ્રવાસ ,વગેરે વિષયો ઉપર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.આ ઉપરાંત સંઘના શતાબ્દી વર્ષ દરમ્યાન કાર્યવિસ્તાર એ અંગેનું આયોજન વગેરે પર પણ વિચાર વિમર્શ કરવામાં આવશે.તેમ પંકજ રાવલ પ્રાંત પ્રચાર પ્રમુખની યાદીમાં જણાવાયું છે

 

(9:15 pm IST)