Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટના આયોજન માટે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કવાયત શરૂ: તૈયારીઓનો ધમધમાટ

રૂપાણી સરકાર ઇલેક્ટ્રિક કાર પ્રોજેક્ટ ગુજરાતમાં આવે તે માટે તત્પર

અમદાવાદ :  દેશના વિવિધ રાજ્યો ગુજરાત આવી ઉદ્યોગ સ્થાપીને મોટાપાયે મૂડીરોકાણ કરે તે હેતુ તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ કર્યો હતો. દર ત્રીજા વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટના નેજા હેઠળ ગુજરાતે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ હરણફાળ ભરી છે. ગત વર્ષે કોરોના કારણ વાઇબ્રન્ટ ગુજરાત 2020 ઇવેન્ટ યોજાઇ શકી નથી. ત્યારે હાલ કોરોના મુક્તિ તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. તેદરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત-2022 યોજવા સરકાર અને ઉદ્યોગ વિભાગે કમર કસી છે. કોરોના ગાઇડલાઇનના પાલન સાથે વાઇબ્રન્ટ ગુજરાત યોજાવા આયોજન હાથ ધર્યું છે.

વાઇબ્રન્ટ ગુજરાતમાં વર્ષ-2007માં તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી નેનો પ્રોજેક્ટ ગુજરાતમાં તાણી લાવવા પ્રયાસ થયા હતા.  મોદી તેમાં સફળ પણ રહ્યા અને આજે નેનો કારનો પ્રોજેક્ટ આગળ થપી રહ્યો છે. નેનોના માધ્યમથી અનેક લોકો રોજગારી પણ મેળવી રહ્યાં છે. હવે ઇલેક્ટ્રિક કાર બનાવવા કર્ણાટક - બંગલુરૂ અને ગુજરાત વચ્ચે ઔદ્યોગિક હરિફાઇ છે. આ સંજોગોમાં મુખ્યપ્રધાન રૂપાણી સરકાર ઇલેક્ટ્રિક કાર પ્રોજેક્ટ ગુજરાતમાં આવે તે માટે તત્પર છે. કર્ણાટક અને પશ્ચિમ બંગાલુરૂએ જે-તે રાજ્યની સરકાર સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે. દરમિયાન ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણી રોકાણકારને આકર્ષવા ગુજરાતના કચ્છજિલ્લાના મુંદ્રા માં પ્રોજેક્ટ સ્થાપવા ઉત્સુક છે. હવે આખરી નિર્ણય શું લેવાશે ..તેની રાહ જોવી જ રહી.

(8:40 pm IST)