Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

રસીકરણ ઝુંબેશ : સામાજિક સંગઠનો અને આગેવાનો તેમજ ગામના સરપચં અને તલાટીને પણ કામે લગાડાશે

કોરોના ની ત્રીજી લહેર પુર્વે ૧૦૦% રસીકરણની કામગીરી થવી અતિ આવશ્યક

અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેર પુર્વે ૧૦૦ ટકા રસીકરણની કામગીરી થવી અતિ આવશ્યક છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ ગામના સરપંચને તલાટીઓને સો ટકા રસીકરણ થાય તે માટે કામે લગાડવામા આવ્યા છે. તમામ જિલ્લાના ડીડીઓએ ગામના સરપચં અને તલાટી ઓને પત્ર લખીને છેવાડાના માનવી સુધી કોરોનાની રસીકરણ ની કામગીરી થાય તેવી તાકીદ કરી છે.

ગુજરાતમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા ૩ કરોડ,૦૧ લાખ,૪૬ હજાર ,૯૯૬ થઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૧૮ થી વધુ ઉંમરના કુલ ૪, કરોડ ૯૩ લાખ ,૨૦,હજાર ૯૦૩ લોકોમાંથી ૪૭ ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા છે.

રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા ૨,૩૧,૩૦,૯૧૩ અને બંને ડોઝ લેનારાની સંખ્યા ૭૦,૧૬,૦૮૩. આમ રસીકરણ માટે પાત્રતા ધરાવતા લોકો માંથી સમગ્રતયા ૪૭ ટકા લોકોને સિંગલ ડોઝ અપાઈ ગયો છે.આ લોકો મોટાભાગે શહેરી વિસ્તારના છે. ગ્રામીણ વિસ્તારમાં રસીકરણ ની કામગીરી ખૂબ જ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને રાય સરકાર દ્રારા સરપચં અને તલાટી ને કામે લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સરપચં અને તલાટી સાથે આરોગ્ય તત્રં અને તેના ગામના અગ્રણીઓ તથા સામાજિક આગેવાનો અને રસીકરણ અભિયાન માં જોડવામાં આવે તેવો આગ્રહ પણ રાખવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધીઓએ પણ આ રસીકરણ અભિયાનમાં જોડાઈને વધુને વધુ ગ્રામજનો રસી નો લાભ લે તે પ્રકારની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યા છે.

(11:06 am IST)