Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

તારાપુર તાલુકાના મોરજ ગામે કપિરાજનો આતંક:ત્રણ શખ્સોના શરીર પર બચકા ભરી જતા લોકોને હાલાકી

તારાપુર: તાલુકાના મોરજ ગામે છેલ્લા ચાર પાંચ દિવસથી કપિરાજે ભારે આતંક મચાવ્યો હતો. કપીરાજના કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલબન્યુ હતું. ગતરોજ માદા કપિરાજ દ્વારા એક વૃદ્ધા સહિત ત્રણ વ્યક્તિઓને શરીરે બચકા ભરીને ઇજાઓ પહોંચાડી હતી. અંગેની જાણ વન વિભાગને કરાતા આતંક ફેલાવતા કપિરાજને પકડવા પાંજરૂ મૂકવામાં આવ્યું હતું

મોરજ કોલોની વિસ્તાર પાસે આવેલ મોરજા ફળિયામાં રહેતા સદુબેન મનુંભા નામના વૃદ્ધા પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે અચાનક એક માદા કપિરાજ આવીને ઓચિંતો સદૂબેન પર હુમલો કર્યો હતો. હુમલામાં તેમના જમણા પગમાં ટાંકા આવ્યા હતા. બીજો હુમલો ઘરની બહાર ઉભેલા સકિલ મીયા સબ્બિર મીયા તથા અન્ય એક ગ્રામજનને બચકું ભરી નખ મારી ઇજાઓ પહોંચાડી હતી. વનવિભાગ દ્વારા વિફરેલા માદા કપિરાજને પકડવા માટે પાંજરૂ મુકવામાં આવ્યું હતું અને તેને લલચાવવા માટે કેળા અન્ય ખાદ્યવસ્તુઓ મુકવામાં આવ્યાં હતા. લોક મુખે થતી ચર્ચા મુજબ માદા કપિરાજનું બચ્ચું કોઈ કારણસર મૃત્યુ પામતાં બાદમાં માદા કપિરાજ નો આતંક વધી જતાં ગ્રામજનો ને નુકશાન પહોચાડતા હાલ મોરજ ગામમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.

(7:19 pm IST)