Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વડોદરાના વારસિયા વિસ્તારમાં 10 લાખ દહેજની માંગણી કરનાર સાસરિયા વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી

વડોદરા:શહેરના વારસિયા વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન ફેબ્રુઆરી વર્ષ 2021 ઉમેશ ઈન્દ્રકુમાર રામચંદાની ( રહે- ઇન્દ્રલોક સોસાયટી, વારસિયા ,વડોદરા) સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિને દારૂ પીવાની લત હોય અવારનવાર ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે. પતિ સહિત સાસુ સસરા પણ દહેજ મામલે મેળા મારી નવો વેપાર શરૂ કરવા પિયરમાંથી રૂપિયા 10 લાખ લાવવા માટે દબાણ કરે છે. એપ્રિલ મહિના દરમિયાન પતિએ જણાવ્યું હતું કે, મને બાળક જોઈતું નથી તું માત્ર મા-બાપની સેવા ચાકરી કરીશ. ઘરના કામકાજ માટે તારી સાથે લગ્ન કર્યા છે .તેમ કહી મને માર મારી  ઘરની બહાર કાઢી મુકી હતી.

(7:21 pm IST)