Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

નર્મદા જિલ્લામાં ગુરુવારે ૦૧ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૪૨૯૧ પર પોંહોચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૦૧ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ગરૂડેશ્વર તાલુકામાં ૦૧ કેસ નીકળ્યો હતો.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી,કોવિડ કેર સેન્ટર માં પણ કોઈ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૦૧ દર્દી દાખલ છે. આજદિન સુધી જિલ્લા માં કુલ ૪,૨૪૦ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪,૨૯૧ પર પહોચ્યો છે.જ્યારે ગુરુવારે વધુ ૯૦૪ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:50 pm IST)