Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

મોવી પાસે નજીવી બાબતે રિસ રાખી મારક હથિયારો વડે હુમલો કરનાર ટોળાં સામે ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નાંદોદ તાલુકાના મોવી પાસે નાસ્તાની દુકાન પાસે પેશાબ કરનાર શખ્સને કહેનાર દુકાનદાર પર રિસ રાખી મારક હથિયારો વડે હુમલો કરી ઇજા કરનાર ત્રણ ઈસમો અને તેમની મદદમાં આવેલા અન્ય 13 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ રાજપીપળા પો.સ્ટે. માં ફરીયાદ થઈ છે.
મળતી માહિતી મુજબ પરસોત્તમભાઈ મોતીસીંગ વસાવા રહે.મોવી ચોકડી બસ સ્ટેન્ડ પાસે,એ આપેલી ફરીયાદ અનુસાર ત્રણ વ્યક્તિઓ તેમની દુકાન પાસે આવીને નજીકમાં પેશાબ કરવા જતાં તેમને પાછળના ભાગે પેશાબ કરવા જવાનું કહેતા મોહસીનભાઇ અહીમખાન પઠાણનો દિકરો તથા મોહસીન અકીમખાન પઠાણ (બંને રહે.નેત્રંગ જી.ભરૂચ) એ ગાડીમાંથી હોકી કાઢી તેમને ગમે તેમ ગાળો બોલી સરકારી પીકઅપ સ્ટેન્ડ તારા બાપાની માલીકીનું નથી અમે ત્યાં પેશાબ પણ કરીએ તું કોન અમને કહેવાવાળો તેમ કહી જાતી વિરુદ્ધ શબ્દો બોલી બીજા તેર જેવા માણસો બોલાવી એકસંપ કરી ફોર વ્હીલ ગાડીમાં મારક હથિયારો સાથે આવી લાકડી,હોકી તેમજ લોખંડની પાઇપોથી હુમલો કરી ઇજાઓ કરી જાનથી હાથ ધોઇ નાખવા પડશે તેવી ધમકી આપી જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી ગુન્હો કરતા એટ્રોસીટી એક્ટ સહિતની કલમો સાથે રાજપીપળા પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:51 pm IST)