Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

વાંસલા ગામના હાઇવે ઉપર થયેલી 63,000 ની લૂંટના લૂંટારાઓને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના વાંસલા નજીક તા.૨૦ જુલાઈએ  કોઇ અજાણ્યા શખ્શોએ મોટર સાયકલને ઇકો ગાડીથી આંતરી ચાલકની સોનાની ચેઇન તથા રોકડ મળી કુલ કિ.રૂ .૬૩,૬૦૦ની લૂંટ કરી માર મારી ભાગી છૂટ્યા હતા આ બાબતે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયેલ જેમાં એ.એમ. પટેલ ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ. સી. બી.ના સુપરવિઝન હેઠળ એલ.સી.બી પોલીસ ટીમને બાતમી મળેલ કે અંગત અદાવતમાં આ ગુનાનું કાવતરૂ રચનાર સતિષભાઇ રાણા તથા જીગ્નેશભાઇ વસાવા (બન્ને રહે.રાજપીપળા )એ રચી વિશાલભાઇ માછીની અવર - જવરની રેકી કરાવી વિશાલ ગરૂડેશ્વર ફ્લીપ કાર્ટની ડીલેવરી આપવા ગયેલ તે સમયે સતીષ રાણાની ઇકો ગાડીમાં સાત માણસો તથા મોટર સાયકલ ઉપર ત્રણ માણસોએ ફરીયાદીને મારવા માટે મોકલેલ હતા . જે તમામે વાસલા ગામે વિશાલની મોટર સાયકલનો પીછો કરી આંતરી પાડી દઇ લાકડી અને પાઇપ જેવા હથિયારો વડે મુઢ માર મારી મોબાઇલ તેમજ અન્ય કિંમતી વસ્તુઓ લૂંટી રામપરા - માંગરોલ થી ભરામ જઇ અલગ - અલગ જગ્યાએ ભાગી ગયેલ જે તમામને બાતમી આધારે તપાસ દરમ્યાન ઝડપી તથા ગુનાના કામે વપરાયેલ ઇકો ગાડી નં . જી.જે. - ૨૨ એચ. ૫૭૮૩ સાથે ગરૂડેશ્વર પો.સ્ટે.ને સોંપવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓમાં.( ૧ ) સતિષ બીહારી રાણા(રહે  રાજપીપલા) ( ૨ ) જીગ્નેશ વૃજલાલ વસાવા(રહે . રાજપીપલા )( 3 ) હીમાંશુ હરેશભાઈ વસાવા( રહે . રાજપીપલા) ( ૪ ) શૈલેષ ઉતરીયાભાઇ વસાવા(રહે . ધીરખાડી )( ૫ ) નરેન્દ્ર હરનેશભાઇ વસાવા( રહે . નવાપુરા - નિકોલી ) ( ૬ ) કાર્તિક ભાઇલાલ વસાવા( રહે . નવાપરા - નિકોલી) ( ૭ ) વિપુલ ચંન્દ્રસીગ વસાવા(રહે . ગામકુવા) ( ૮ ) ગૌતમ રૂપેન્દ્રભાઇ વસાવા (રહે . ગામકુવા ) ( ૯ ) હેમંત ભુપેન્દ્રભાઇ વસાવા( રહે . મેડગામ )નો સમાવેશ થાઇ છે,જ્યારે ( ૧ ) સુરજ તડવી ( ૨ ) મિલન અશોકભાઇ સોલંકી ( ૩ )તથા  મોટા રાયપરા ગામનો એક શખ્શ પકડવાના બાકી છે.

(11:54 pm IST)