Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ગુજરાતના શહેરોમાં વધતી કાફેની સંખ્યાથી રેસ્ટોરાંના ધંધાને ફટકો

દાહોદથી રાજકોટ સુધીનાં શહેરોમાં કાફે ઠેરઠેર જોવા મળે છે

અમદાવાદ, તા.૨૨:  અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં અને મુંબઈ જેવા મહાનગરમાં પણ હવે 'કાફે કલ્ચર' કબજો જમાવી દીધો છે અને તેથી 'ફાઈન ડાઈન' એટલે કે કુલ ફલેન્ડ ડીનરનાં કોન્સેપ્ટને મોટો ફટકો પડયો છે અને રેસ્ટોરન્ટના માલિકોને હવે ૩૦૦ની જગ્યાએ કાફે કલ્ચરમાં ૧૫૦ રૂ.જ મળે છે.'

કોરોના કાળમાં કેટરિંગ ઉદ્યોગનો બિઝનેશ ૩૦/૪૦ ટકા થઇ ગયો હતો. જે હવે ધીરે ધીરે વધી રહ્યો છે અને આગામી દિવસોમાં લગ્નગાળો અને દિવાળીના તહેવારમાં' રેસ્ટોરન્ટ અને કેટરિંગ બિઝનેસ વધશે એવું આ બિઝનેસ સાથે સંકળાયેલા એન્ટરપ્યુનર્સનું માનવું છે.

અમદાવાદમાં વર્ષો સુધી રજવાડુ નામના જગ વિખ્યાત ગાર્ડન રિસોર્ટ સાથે સંકળાયેલા મનીષ પટેલનું માનવું છે કે પશ્ચિમ હોય કે પૂર્વ વિસ્તાર અમદાવાદમાં કાફેનો રાફડો ફાટયો છે. સાંજ પડ્યે લોકો ઉમટી પડે છે. લોકો આવાજ એરકન્ડિશન્ડ કાફેમાં સમય પસાર કરે છે અને તેઓનું બિલ ૧ વ્યકિતનું રૂ. ૧૦૦-૧૫૦ જ થાય છે.

એક કપલ આવી જ રીતે સારી હોટલમાં ડીનર લે તો ૫૦૦-૬૦૦ ચુકવવા પડે, અંતે સારી હોટલો વેચાવા માંડી છે અને કાફે ડબલ થઇ ગયા છે.

મનીષનું કહેવું છે કે અમદાવાદ જ નહીં પરંતુ સુરત, રાજકોટ, વડોદરા અને દાહોદ જેવા સેન્ટરોમાં પણ આ જ દૃશ્યો જોવા મળે છે.

અમદાવાદની મોટામાં મોટી ગણાતી ટીજીબીના માલિકે આ હોટલ વેચી દીધી છે કે જાણકારોનું કહેવું છે કે આ હોટલના કર્ણાવતી અને રાજપથ કલબનું કેટરિંગ કોરોનાના સમયમાં ઓછું થઇ જતાં મોટી આવક ગુમાવવી પડી છે અને હાલ વાતાવરણ સુધરવાનું ના હોય તો હોટલ ચલાવવી શહેલી નથી અને તેથી આ આ ગ્રુપે રોકડી કરી લીધી છે તેવું જાણકારોનું માનવું છે.

આમ હવે ધીરે ધીરે લોકો હોટલોમાં જવા માંડે અને કાફેમાં પણ ભીડ વધે તો જ કેટરિંગ ઉદ્યોગ બચશે. મનીષ પટેલ કહે છે કે દિવાળી બાદ પરિસ્થિતિ સુધરે તો જ ફાયદો થાય.

(10:34 am IST)