Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્ત્।ે ભરૂચ જિલ્લામાં છ 'મેઘાણી-સાહિત્ય' કોર્નરની સ્થાપના

આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત–પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી તથા લોકગાયક અભેસિંહ રાઠોડનું પ્રેરક અભિયાનઃ જાન્યુઆરી ૧૯૪૭માં ભરૂચ જિલ્લાની મુલાકાત લઈને અભિભૂત થયેલા ઝવેરચંદ મેઘાણીની દક્ષિણ ગુજરાતના લોકસાહિત્ય વિશે ગહન સંશોધન કરવાની આરઝૂ અપૂર્ણ રહી

રાજકોટ,તા. ૨૨: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫જ્રાક જન્મજયંતી નિમિત્ત્।ે ભરૂચ જિલ્લામાં છ મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઈ. આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત–પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા ખ્યાતનામ લોકગાયક, મેઘાણી-અભ્યાસુ અભેસિંહ રાઠોડ દ્વારા આ પ્રેરક અભિયાનનો આરંભ કરાયો છે. જાન્યુઆરી ૧૯૪૭જ્રાક્નત્ન ઝવેરચંદ મેઘાણી ભરૂચ, કબીરવડ, શુકલતીર્થ, નિકોરાની મુલાકાત લઈને અભિભૂત થયેલા. ૯ માર્ચ ૧૯૪૭ના રોજ ૫૦ વર્ષની વયે નિધન થતા દક્ષિણ ગુજરાતના લોકસાહિત્ય વિશે ગહન સંશોધન કરવાની ઝવેરચંદ મેઘાણીની આરઝૂ અપૂર્ણ રહી. આથી આનું સવિશેષ મહત્વ છે.

પિનાકી મેઘાણી, અભેસિંહ રાઠોડ, એન. કે. નાવડીયા ઉપરાંત નર્મદા કલીન ટેક (અંકલેશ્વર) ખાતે સી.ઈ.ઓ. પ્રફુલભાઈ પંચાલ, સિનિયર મેનેજર મગનભાઈ સંપા અને અક્ષયભાઈ ત્રિવેદી, સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિઘાલય (અંકલેશ્વર) ખાતે માનદ્ મંત્રી હિતેનભાઈ આનંદપરા, માતૃશ્રી સ્વ. મંગળાબાની પુણ્યસ્મૃતિમાં સંસ્કારદીપ વિઘાલયમાં મેઘાણી-સાહિત્ય કોર્નરના દાતા નરેશભાઈ પૂજારા પરિવાર, ભૂપતભાઈ રામોલીયા, સંકુલ નિયામક સુધાબેન વડગામા અને આચાર્યા દિપ્તીબેન ત્રિવેદી, લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એરિયા કોમ્યુનિટી ટ્રસ્ટ સંચાલિત લાયન્સ સ્કૂલ (અંકલેશ્વર) ખાતે ચેરમેન લાયન જસુભાઈ ચૌધરી, સેક્રેટરી લાયન વિમલભાઈ જેઠવા, ટ્રસ્ટી લાયન આર. પી. જોષી, લાયન રતિભાઈ બારોટ, આચાર્યા ઈલાબેન સુતરીયા અને અફરોઝબેન મૌલવી, શ્રી અવની ફાઉન્ડેશન સંચાલિત ચાણકય વિઘાલય (અંકલેશ્વર) ખાતે ચેરમેન મહેશભાઈ પટેલ, ડીરેકટર-ટ્રસ્ટી રસિલાબેન પટેલ અને ટ્રસ્ટી મનિષાબેન થાનકી, શ્રી સદ્વિઘા મંડળ સંચાલિત શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ (ભરૂચ) ખાતે પ્રાચાર્ય ડો. નીતિનભાઈ પટેલ, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. મિનળબેન દવે, ગ્રંથપાલ મનોજભાઈ સોલંકી અને આદિત્યસિંહ રાઠોડ, મામલદારની કચેરી (વાગરા) ખાતે મામલતદાર રણજિતભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યાં હતાં.

મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલાં તેવાં સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યનાં સંશોધક, સ્વાતંત્ર-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીએ ૨૫ વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં ૧૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. આમાંનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો ૬હૃ૩હૃ૧ ફૂટનાં કલાત્મક કાચનાં કબાટમાં વિષયવાર મૂકાયા છે. ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૨જ્રાક્નત્ન લખેલ પ્રથમ પુસ્તક કુરબાનીની કથાઓથી લઈને ૧૯૪૭જ્રાક્નત્ન અવસાન થયુ ત્યારે અપૂર્ણ રહેલી નવલકથા કાળચક્ર ઉપરાંત તેમના અતિ લોકપ્રિય પુસ્તકો યુગવંદના, સિંધુડો, વેવિશાળ, સોરઠ તારાં વહેતાં પાણી, તુલસી-કયારો, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, રઢિયાળી રાત, સોરઠી સંતવાણી ખાસ ઉપલબ્ધ કરાયાં છે.

ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષની ઉજવણી અંતર્ગત ગુજરાતભરમાં ૧૨૫ મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના માટે પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) અને અભેસિંહ રાઠોડ (મો. ૯૮૨૫૦૩૩૧૦૨) સવિશેષ પ્રયત્નશીલ છે.

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(10:36 am IST)