Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સલામતી કામગીરીના ૧ હજાર દિવસોનું સીમાચિન્હ સર કરતું એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ

સતત બીજી વખત સિધ્ધી હાંસલ કરીઃ જેકોબ ફ્રિસ સોરેન્સ

પિપાવાવઃ એપીએમ ટર્મિનલ્સ, પિપાવાવે  એક મૃત્યુ અને લોસ્ટ ટાઇમ ઇન્જરી (એલટીઆઇ) સાથે ૧ હજાર દિવસની સલામત કામગીરી સફળતાપૂર્વક હાંસલ કરી હતી. ઉચ્ચ સ્તરીય સલામતી સતત તાલીમ, નિરીક્ષણ અને તમામ કામગીરીનું સુપરવાઇઝેશન તેમજ રોજિંદા કાર્યમાં સલામતી જાળવવા કર્મચારીઓની સક્રિય પહેલોનું પરિણામ છે. 'અતિ ગંભીર' ચક્રવાત તાકતેને ધ્યાનમાં લઈએ તો આ સીમાચિહ્ન વધારે મહત્વપૂર્ણ છે. ચક્રવાતે વર્ષની શરૂઆત પર પોર્ટ પર કામગીરીને અસર કરી હતી. આ સીમાચિહ્નરૂપ પ્રસંગની ઉજવણી કરવા પોર્ટ એક નાનો કાર્યક્રમ યોજાયો હતો. મેનેજમેન્ટ કર્મચારીઓને તેમના પ્રશંસનીય સીમાચિહ્ન પર અભિનંદન આપ્યાં હતાં તથા સલામતી માટે તેમના પ્રયાસો અને પ્રતિબદ્ધતાને બિરદાવી હતી.

 એપીએમ ટર્મિનલ્સ પિપાવાવની કામગીરીનું હાર્દ સલામતી છે. પોર્ટે એપીએમ ટર્મિનલ્સ પર પરિવહન, સસ્પેન્ડેડ લોડ અને લિફ્ટિંગ, ઊંચાઈ પર કામ કરવા, ઊર્જાનો સંગ્રહ કરવા અને કોન્ટ્રાકટર્સનું નિયંત્રણ કરવાના સહિયારા પ્રયાસો સાથે મહત્તમ સલામતી સુનિશ્ચિત કરવા સલામતીની પહેલો હાથ ધરી છે.

 આ સીમાચિહ્નરૂપ સફળતા પર એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના એમડી શ્રી જેકોબ ફ્રિસ સોરેન્સને કહ્યું હતું કે, 'એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ પર અમારા માટે સલામતી સૌથી વધુ મહત્વપૂર્ણ છે. અમને પોર્ટ પર સલામતી કામગીરી સાથે ૧૦૦૦ દિવસ પૂર્ણ કરવાની સફળતા મેળવવાનો ગર્વ છે. આ કાર્યસ્થળે કર્મચારીઓને સકારાત્મક કામગીરી સાથે જોડવાના અમારી વિવિધ ટીમોના સક્રિય, પ્રતિબદ્ધ અને સતત પ્રયાસોના કારણે શક્ય બન્યું છે. હું અમારા દરેક કર્મચારીઓની તેમની સતર્કતા, કટિબદ્ધતા અને રોજિંદા કાર્યમાં સલામતી લાવવા માટે પ્રશંસા કરું છું. આ ફકત એક શરૂઆત છે અને હું આગામી વર્ષોમાં સલામતી કામગીરીની અમારી સફર માટે આતુર હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(11:47 am IST)