Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

દિવ્યાંગજનોની તકલીફ દુર કરવી મોટી સેવા : ભુપેન્દ્રભાઇ પટેલ

ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ તથા સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના ઉપક્રમે નિઃશુલ્ક વિતરણ યોજાયુ

અમદાવાદ, તા. રર :  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવેલ કે માનવ સેવા સાચી ઇશ્વર સેવા છે. લોકોના દુઃખ દર્દ દૂર કરવા જ સૌથી મોટુ સેવા કાર્ય છે. જગતના બધા ધર્મ શાસ્ત્રોમાં એક વાત જરૂર કહેવામાં આવી છે કે દિવ્યાંગજનોની તકલીફ દૂર કરવી મોટી સેવા છે.

અમદાવાદ સ્થિત ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમતિ જયપુરની કોટાં શાખા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના સંયુુકત ઉપક્રમે દિવ્યાંગોને નિઃશુલ્ક ઉપકરણ સહાયતા વિતરણના ત્રણ દિવસીય શીબીરને સંબોધન કરતા ઉપરોકત વાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ જણાવેલ.

નારણપુરા વિસ્તાર સ્થિત શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ કન્યા છાત્રાલયમાં ચાલતી આ શિબીરમાં તથા ઘોડીનું વિતરણ કરાયેલ. સીએમ ભુપેન્દ્રભાઇએ જણાવેલ કે રાજયના ખુણે-ખુણે રહેતા દિવ્યાંગો સુધી સહાયતા પહોંચે અને દિવ્યાંગજન આત્મનિર્ભર બને તે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેઓ સ્વાભિમાનથી જીવન જીવી શકે તે માટે રાજય સરકારે જુના નિયમોમાં બદલાવની પહેલ કરી છે.

તેમણે વધુમાં જણાવેલ કે ગુજરાતમાં ર.પ લાખથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને યુનિક આઇડી આપવામાં આવી છે. આ સિવાય દિવ્યાંગ છાત્રવૃક્ષ ઉપકરણ સહાયતા, પેન્શન સ્કીમ, વિવાહ સહાયતા તથા પરિવાર વીમા જેવી અનેક સહાયતા મારફત રાજય સરકાર તેમની ચિંતા કરી રહી છે. તેમણે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના વખાણ કરી ગુજરાતની દિકરી ભાવીના પટેલે દેશને પેરાલંપીકમાં મેડલ અપાવવા બદલ ગૌરવાન્વિત કર્યાનું જણાવેલ આ પ્રસંગે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના સંસ્થાપક ડી.આર. મહેતા તથા વિકલાંગ સહાયતા  સમિતિના વખાણ કરી ગુજરાતની દિકરી ભાવીના પટેલે દેશને પેરાલંપીકમાં મેડલ અપાવવા બદલ ગૌરવાન્વિત કર્યાનું જણાવેલ. આ પ્રસંગે ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના સંસ્થાપક ડી.આર. મહેતા તથા સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળમાં વલ્લભભાઇ કાકડીયા ઉપસ્થિત રહેલ. 

(3:20 pm IST)