Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ગુજરાતમાં ૭૭% લોકોનું રસીકરણ : ડીસેમ્બર સુધીમાં ૧૦૦%નો લક્ષ્યાંક

જનજન કી યહી પુકાર, 'ટીક્કા' હી કોરોના કા સહી ઉપચાર : આજ સુધીમાં ૪,૦ર,૧૦,પ૭૧ લોકોએ પ્રથમ અને ૧,૭૧,૪પ,૧પ૭ લોકોએ બન્ને ડોઝ લીધાઃ કુલ પ,૭૩,પપ,૭ર૮ ડોઝ

રાજકોટ, તા., ૨૨: ગુજરાતમાં વર્ષ ર૦ર૧ના પ્રારંભે શરૂ કરાયેલ રસીકરણ ગતીશીલ રીતે ચાલી રહયું છે. રસીના બન્ને ડોઝ લેનાર વ્યકિત કોરોનાનો મજબુતાઇથી સામનો કરી શકતી હોવાનો તજજ્ઞોનો મત છે. રાજયમાં પહેલા વસ્તી ગણતરીના આંકડા મુજબ રસીકરણ હાથ ધરાયેલ પરંતુ છેલ્લા ૧૦ વર્ષથી વસ્તી ગણતરી થઇ શકેલ ન હોવાથી હવે મતદાર યાદીના આધારે રસીકરણ કરવાનું નક્કી થયું છે. આજ સુધીમાં રસી મુકાવા પાત્ર પ.રપ કરોડ લોકો પૈકી ૭૭ ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. ૩ર ટકા લોકોએ બન્ને ડોઝ લઇ લીધા છે. ડીસેમ્બર સુધીમાં ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને રસી મુકી દેવાનો સરકારનો લક્ષ્યાંક છે.

આજે સવાર સુધીના સતાવાર આંકડા મુજબ રાજયમાં ૧૮ વર્ષથી ઉપરના વિવિધ શ્રેણીના ૪,૦ર,૧૦,પ૭૧ લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. બાકીના ૧,૭૧,૪પ, ૧પ૭ લોકોએ બન્ને ડોઝ લઇ લીધા છે. રાજયમાં કુલ પ,૭૩,પપ,૭ર૮ ડોઝ અપાયા છે. રાજય હર્ડ ઇમ્યુનીટી તરફ આગળ વધી રહયું છે. મતદાર યાદી મુજબ ૧૮ વર્ષથી ઉપરના લોકોની અંદાજીત સંખ્યા પ.રપ કરોડ છે તે તમામ રસી મુકાવવા પાત્ર છે.કેન્દ્ર સરકાર દ્વારા ટુંક સમયમાં ૧૮ વર્ષથી નીચેની વય જુથના લોકોને રસી મુકવાનો કાર્યક્રમ આવે તેવી શકયતા છે. રાજય સરકાર દ્વારા તેની પુર્વ તૈયારી ચાલી રહી છે. આગામી દિવસોમાં મોટી સંખ્યામાં લોકો બીજો ડોઝ લેવા પાત્ર બનશે. રસીકરણની બાબતમાં ગુજરાત મોટા રાજયોની શ્રેણીમાં મોખરે છે. 

  • તમામ ગામડાઓમાં ગાંધી જયંતિ સુધીમાં ૧૦૦% રસીકરણનો આદેશ

રાજકોટ : રાજ્યના ૧૮ હજાર પૈકી ૭ હજારથી વધુ ગામોમાં ૧ ડોઝનું રસીકરણનું કામ સંપૂર્ણ થઇ ગયું છે. આવતી બીજી ઓકટોબર સુધીમાં તમામ ગામડાઓમાં ૧૮ વર્ષથી ઉપરના બધા લોકોને પ્રથમ ડોઝ અને સમયની મર્યાદા મુજબ બીજો ડોઝ આપવા ઝુંબેશ ચલાવવા સરકારે તમામ જિલ્લા તંત્રોને સુચના આપી છે. ગાંધી જયંતિ સુધીમાં કમ સે કમ ૧ ડોઝના ૧૦૦ ટકા રસીકરણનો લક્ષ્યાંક અપાયો છે. ડીસેમ્બર સુધીમાં રાજ્યના ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોનું રસીકરણ પુરૂ કરવાનો રસકારનો પ્રયાસ છે.

(4:01 pm IST)