Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

શિક્ષણબોર્ડની ૭ બેઠકોની શનિવારે ચુંટણી

તમામ સંવર્ગના ૭૩૧૭પ મતદારોઃ મંગળવારે મતગણત્રી

રાજકોટ તા.રરઃ શિક્ષણ બોર્ડ-ગાંધીનગરની સામાન્ય ચૂંટણી તા. રપ સપ્ટે.શનિવારના  રોજ યોજાનાર છે. મતદાન સવારના ૮વાગ્યાથી સાંજના પ દરમિયાન થેશે. જેની મત ગણતરી ગાંધીનગર ખાતે તા.ર૮ સપ્ટે.ને મંગળવારના સવારથી  શરૂ થશે અગાઉ ર૬ બેઠકોની ચૂંટણી થતી હતી. સરકારશ્રીએ બેઠકો ઘટાડતા હવે ૯ બેઠકો કરવામાં આવેલ છે.  જેમાં બી.એડ. પ્રિન્સીપાલમાં રાજકોટના ડો.નિદત બારોટ તથા સરકારી શિક્ષકોમાં ભાવનગરના વિજય ખટાણા બિનહરીફ થતા જુદા જુદા, સંવર્ગોની ૭  બેઠકોની ચુંટણી થનાર છે. જેમાં ૭૬૧૭૫ મતદારો  છે. ગુજરાત રાજયની તમામ બેઠકોમાં તો સંચાલક મંડળની બેઠક પર સૌરાષ્ટ્રના ડો. પ્રીયવદન કોરાટ, સુરતના જગદીશ ચાવડા તથા દિપક રાજયગુરૂ અને ધંધુકાના નારણ પટેલ સહિત ૬ ઉમેદવારો મેદાનમાં છે.

વહીવટી સંઘની સીટ માટે પાટણના મુકેશ પટેલ સામે વડોદરાના હસમુખ પટેલ છે.માધ્યમિક શિક્ષકની બેઠક પર સાબરકાંઠના હસમુખ પટેલ સામે અમદાવાદના આર.પી.પટેલ છે. જયારે ઉત્તર બુનિયાદી શાળાની બેઠક ઉપર ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સાયલાના સંજય મકવાણા સામે તાપીના બિપીન ચૌધરી અને રાધનપુરના જસવંત રાવલ  છે. આચાર્યની સીટ ઉપર મહીસાગરના જે.પી.પટેલ સામે વડોદરાના ભરતસિંહ રાઉલજી સહિત ૩ ઉમેદવારો છે.જયારે વાલી મંડળની બેઠક ઉપર અમદાવાદના ધીરેન વ્યાસ સામે મોરબીના નિલેશ કુંડારિયા સહિત ૪ ઉમેદવારો મેદાનમાં છે. દર ૩ વર્ષે યોજાતી ચૂંટણીમાં આ વખતે ર૪ ઉમેદવારો મેદાનમાં છે. રાજયના ૧૦૭ મતદાન મથકો ઉપર શનિવારે મતદાન થશે સંચાલક મંડળમાં તીવ્ર સ્પર્ધા જોવા મળે છે. અન્ય બેઠકોમાં પણ પરાકાષ્ઠાનો ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. આ ચૂંટણીથી માધ્યમિક શિક્ષણ જગતમાં ધારાસભાની ચૂંટણી જેવો માહોલ રપ સપ્ટે. સુધી રહેશે જેના ઉપર સમગ્ર રાજયના શિક્ષણ જગતની નજર છે.

(4:03 pm IST)