Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અરવલ્લી જિલ્લામાં ગંભીર ગુનાહમાં સજા ભોગવી જામીન પર છૂટેલ 19 સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ

મોડાસા: અરવલ્લીના ભિલોડા પંથક સહિત રાજસ્થાનના ઝાંજરી,જાંબુડી સહિતના ગામોમાં સાગરીતો સાથે ગંભીર ગુનાઓ આચરી પંથકમાં  આંતક  ફેલાવનાર કુખ્યાત આરોપી ભવંરલાલ ઉર્ફે સુકા ડુંડ અને તેના ૧૮ સાગરીતો વિરૃધ્ધ ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધવાની દરખાસ્ત રેન્જ આઈજી દ્વારા મંજૂર કરાઈ હતી. આ દરખાસ્ત મંજૂર કરાતાં જેઓના આતંકથી પંથકમાં નાગરિકો,વ્યવસાયિકો અને ઔદ્યોગિક એકમો સહિત પ્રશાસન પણ પ્રભાવીત થતું હતું.

તેવા તમામ આરોપીઓ વિરૃધ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ હેઠળ જિલ્લા પોલીસે ફરીયાદ નોંધી હતી. અને આ ગુનાઓની વધુ તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપાઈ હતી.

ભિલોડા પંથકના ભવંરલાલ ઉર્ફે સુકો ઉર્ફે હુકો ઉર્ફે મહારાજ બાબુભાઈ ડુંડ રહે.નાના ડોડીસરા,તા.ભિલોડા તેના નાના ડોડીસરા,ધંધાસણ,બોરનાલાજેશીંગપુર તથા રાજસ્થાન રાજયના ખેરવાડા તાલુકાના ઝાંજરી ગામના તથા વીંછીવાડા તાલુકાના જાંબુડી ગામોના તેમજ અન્ય ગામોના ગુનેગાર-સાગરીતો સાથે મળીને સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવી હતી અને ગંભીર ગુનાઓ આચરવામાં આવતા હતા.આ ગુનેગારોના આતંકથી નાગરિકો,વ્યવસાયીઓ,ઔદ્યોગિક એકમો તેમજ પ્રશાસન પણ પ્રભાવીત થતું હતું.

(5:53 pm IST)