Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

ક્લોલમાં વરસાદી ઝાપટાથી રસ્તા બિસમાર હાલતમાં થઇ જતા વાહન ચાલકોને હાલાકી

કલોલ:શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે આ વરસાદી ઝાપટાના કારણે શહેરના માર્ગો ધોેવાણ થયું છે અને માર્ગોપર મોટા મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને માર્ગોનું રિપેરીંગ કામ કરાવવામાં આવે તેવી જોર શોરથી માંગણી ઉઠવા પામી છે.

આ બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલના માર્ગો જાણે હલકી ગુણવત્તાના બનાવવામાં આવ્યા હોય તેમ વરસાદ માં તેનુ ધોેવાણ થઈ ગયું છે અને ઠેર ઠેર ખાડા પડી ગયા છે દર વર્ષે ચોમાસામાં રોડ ધોેવાઈ જવાના બનાવો બને છે તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી રોડ બનાવવા કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાની ચર્ચાઓ જોર પકડયું છે અને હલકી ગુણવત્તાવાળા રોડ બનાવવામાં આવતા હોવાની  વાત ચાલી રહી છે કલોલ શહેરના માર્ગો તાજેતરમાં પડેલા વરસાદના કારણે ધોવાઈ ગયા છે અને રોડ પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે મગરની પીઠ જેવા બનેલા આ રોડ ના કારણે વાહન ચાલકો સહિત રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે તેમજ વરસાદના કારણે અનેક માર્ગો ઉપર પાણી ભરાઈ રહેવાની પણ સમસ્યા જોવા મળી રહી છે આ સમસ્યાઓનું કોઈ જ નિરાકરણ કરવામાં નહીં આવતા લોકોને હાલાકી ઓ નો સામનો કરવો પડી રહ્યો છે લોકોને આટલી તકલીફો પડતી હોવા છતાં નગરપાલિકા તંત્ર જાણે કુંભકર્ણ નિંદ્રામાં સુઈ રહ્યું છે તેમ લાગે છે અને  અધિકારીઓને આમ જનતાની કોઈ પડી ના હોય તેમ કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે નાગરિકોને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે વરસાદના કારણે ધોેવાઇ ગયેલા કેટલાક રોડ ના કારણે પડેલા ખાડાઓથી કોઈ મોટો અકસ્માત સર્જાય કે કોઈ જાનહાનિ જેવી ઘટના બને તો જવાબદારી કોની તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા સત્વરે કોઈ મોટી જાનહાનિ કે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા રોડનું કામ કરાવવામાં આવે તેવી વાહન ચાલકો સહિત રાહદારીઓમાંથી માંગણી ઉઠવા પામી છે.

(5:55 pm IST)