Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

સુરતના અડાજણ વિસ્તારમાં ઘરેલુ કંકાસથી કંટાળી આપઘાત કરવા ગયેલ યુવાનને મહિલા પોલીસની ટીમે બચાવી લીધો

સુરત: શહેરનાઅડાજણ વિસ્તારમાં રહેતા રોજબરોજના ઘરેલું કંકાશથી કંટાળી પત્ની બે સંતાન સાથે પિયરમાં રહેવા ચાલી જતા પતિ સ્યુસાઇડ નોટ લખી અમરોલી પુલ પરથી તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરવા પહોંચી ગયો હતો. જો કે મહિલા પોલીસને જાણ થતા યુવાનને સતત વાતચીતમાં વ્યસ્ત રાખી 10 કિલોમીટરનું અંત્તર માત્ર 20 મિનીટમાં કાપી પુલ ખાતે પહોંચી નદીમાં ઝંપાલાવે તે પહેલા બચાવી લીધો હતો. અડાજણ વિસ્તારમાં રહેતો અને ડેકોરેશનનું કામ કરતો તન્મય શાહ (ઉ.વ. 42 નામ બદલ્યું છે) ગત રોજ સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરવા નીકળી ગયો હતો. જેની જાણ સુરત શહેરના મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એચ. મોરને થતા તેમણે ટેક્નિકલ સર્વેલન્સ થકી તપાસ કરતા તન્મય અમરોલી વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી મહિલા પીઆઇ મોર તુરંત જ સ્ટાફ સાથે અમરોલી વિસ્તારમાં જવા નીકળી ગયા હતા. આ પૂર્વે પીઆઇ મોરે તન્મયને કોલ કરી સતત વાતમાં વ્યસ્ત રાખી મહિલા પોલીસ સ્ટેશનથી અમરોલી પુલ સુધીનું અંદાજે 10 કિલોમીટરનું અંત્તર માત્ર 20થી 22 મિનીટમાં કાપી તન્મય તાપી નદીમાં ઝંપલાવે તે પહેલા તેને બચાવી લીધો હતો. આપઘાતનું આત્યાંતિક પગલું ભરવા જઇ રહેલા તન્મયની પુછપરછ કરી હતી. તન્મયે પોલીસને જણાવ્યું હતું કે વર્ષ 2005માં લગ્ન થયા હતા અને સંતાનમાં બે પુત્ર છે. પરંતુ પત્ની સાથે છેલ્લા કેટલાક સમયથી મનમેળ નથી અને સાસુ અને સાળાએ મારા લગ્નજીવનમાં આગ લગાવી પરિવારને વિખુટા પાડી દીધા છે. બે સંતાન સાથે પત્ની ઘર છોડી પિયરમાં રહેવા ચાલી ગઇ છે અને સાળો ઘરનો સામાન પણ લઇ ગયો છે. જેથી ઘરેલું કંકાસમાં હાથની નસ કાપવા ઉપરાંત નદીમાં ઝંપલાવી આપઘાત કરવાનો નિર્ણય કર્યાની કબૂલાત કરી હતી. જો કે પોલીસે તુરંત જ તન્મયની પત્ની અને પરિવારને બોલાવી ઘરકંકાશમાં જીવન ટુંકાવી નહીં દેવાય, સમસ્યાઓનું ઘરમેળએ સમાધાન થઇ શકે અને જરૂર પડે તો પોલીસની મદદ લેવા સમજાવ્યો હતો.

(5:58 pm IST)