Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

અંતે બરોડા ડેરીનો વિવાદ ઉકેલાયો : માચૅ પહેલા ખેડૂતોને 27 કરોડનો એડવાન્સ ભાવફેર ચૂકવાશે

ધારાસભ્યો અને ડેરીના શાસકો વચ્ચે ભાજપના પ્રમુખ પ્રમુખે મધ્યસ્થી કરતાં ભાજપના બે જૂથ વચ્ચેનો વિવાદ ઉકેલાયો

વડોદરા : બરોડા ડેરીના દૂધ ઉત્પાદકો માટે ભાવભેર સહિતના મુદ્દાઓની માંગણી સાથે લડત ઉપાડનાર ધારાસભ્યો અને ડેરીના શાસકો વચ્ચે ભાજપના પ્રમુખ પ્રમુખે મધ્યસ્થી કરતાં ભાજપના બે જૂથ વચ્ચેનો વિવાદ ઉકેલાયો છે.

મળતી માહિતી મુજબ, ખેડૂતો ને ભાવભેર આપવાની ધારાસભ્યોની માંગણી બંને પક્ષનું માન રહે તે રીતે સ્વીકારી ખેડૂતોને એડવાન્સ ભાવભેર ચૂકવવા કહ્યું છે.

જે મુજબ દૂધ ઉત્પાદકોને દીવાળી અગાઉ રૂ.18 કરોડ અને આગામી માચૅ પહેલાં રૂ.9 કરોડ ભાવભેર પેટે ચૂકવાશે.

ઉલ્લેખનીય છે કે, ગઈ તા.16મી એ ડેરીની એજીએમમાં પશુપાલકોને વર્ષ 2020-21ના ભાવ ફેર પેટે રૂ.57 કરોડ ચૂકવ્યા હતા.જ્યારે વર્ષ 2021-22 ના ભાવ ફેરનો પહેલો હપ્તો અગાઉથી આપી દેવાશે.

(7:35 pm IST)