Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

વરાછા ગ્રામ પંચાયત દ્વારા ચાર ગામના રસ્તા-નાળાના કામમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે નર્મદા કલેકટરને આવેદન અપાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કેટલાક ગામોના રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે વરાછા ગ્રામ પંચાયત દ્વારા મુખ્યમંત્રી ને સંબોધતુ એક આવેદનપત્ર આજે નર્મદા કલેકટર ને અપાપવામાં આવ્યું હતું.

આવેદનપત્ર માં જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં આવેલી નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીએ અંબિકા એજન્સીને વર્ષ 2019-2020 અને 2020-2021 ના કામો કરવા માટે જાહેર નિવિદા દ્વારા ટેન્ડર આપવામાં આવ્યું હતું.અંબિકા એજન્સીએ નાંદોદના વાડિયા , વરાછા , રાજુવાડિયા , નાવરા વિસ્તારમાં રોડ નાળા બનાવ્યા હતા , એ પ્રથમ વરસાદમાં જ નાળા બેસી ગયા તો રોડ માં મોટા મોટા ખાડા પડી ધોવાઈ ગયા છે.જ્યારે આ કામ ચાલતું હતું ત્યારે જે તે સંબંધિત અધિકારીને અમે સારું કામ કરવા કહ્યું હતું પણ તેમ છતાં રોડ - નાળા ના કામમાં હલકી ગુણવતાનું મટીરીયલ વાપરી મેજરમેન્ટ મુજબ કામ ન કરી કામ પૂર્ણ કર્યું છે.
આ કામગીરી ચાલતી હતી ત્યારે કોઈ અધિકારી તથા એસ.ઓ ત્યાં હાજર રહેતા ન હતા.અધિકારી અને એસ.ઓ ની ગેરહજરીને લીધે જ એજન્સીએ પૈસાની ખાઈકી કરવા અને ભ્રષ્ટાચાર કરવા રોડ - નાળાની કામગીરીમાં હલકી ગુણવતાનું મટીરીયલ વાપરી કામગીરી પૂર્ણ કરી છે.નબળી કામગીરીમાં જેટલી એજન્સી જવાબદાર છે એટલા અધિકારીઓ પણ જવાબદાર છે , અમને આ હલકી ગુણવત્તાની કામગીરીમાં એજન્સી અને અધિકારીઓની સાંઠ ગાંઠ જણાઈ આવે છે. એજન્સી અને અધિકારીઓ પોતાની વગનો ઉપયોગ કરી આ ભ્રષ્ટાચારને દાબી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે.આ રોડ અને નાળાના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એની વિજિલન્સ દ્વારા તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ અને એજન્સી વિરુદ્ધ કડક પગલાં ભરાય એવી માંગ કરવામાં આવી છે.

(10:18 pm IST)