Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

થરાદમાં આમરણાંત ઉપવાસ પર બેસેલા કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની તબિયત લથડી

ડોકટર ટિમ દોડી આવી સારવાર શરૂ: છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ આંદોલન ઉપર બેસેલા ગુલાબસિંહની બે દિવસમાં બીજીવાર તબિયત લથડી

બનાસકાંઠાના થરાદમાં આમરણાંત ઉપવાસ પર બેસેલા કોંગ્રેસ MLA ગુલાબસિંહ રાજપૂતની તબિયત લથડી છે. થરાદના  11 પડતર પ્રશ્નો મામલે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત  છેલ્લા પાંચ દિવસથી  ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે. મોડી સાંજે ગુલાબસિંહ રાજપૂતની તબિયત લથડી છે.  ડોકટર  ટિમ દોડી આવી સારવાર શરૂ કરાઈ છે. બે દિવસમાં બે વખત ધારાસભ્ય ગુલાબસિંહ ની તબિયત લથડી છે

ધારાસભ્ય થરાદ ગુલાબસિંહ રાજપુત છેલ્લા 5 દિવસ થી પોતાના વિસ્તાર ના પડતર પ્રશ્નો ને લઈને આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે સરકાર દ્વારા હજી સુધી કંઈ ઉકેલ લાવવામાં નથી આવ્યો, એમની તયબીત બીજી વાર બગડી છે.

(9:39 am IST)