Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ચુંટણી પંચ સોમ-મંગળ બે દિ' ગુજરાતમાં: કલેકટર સાથે બેઠકઃ ચુંટણીની જાહેરાત ઢુકડી

રાજકોટ, તા., ૨૧: કેન્‍દ્રીય ચુંટણી પંચની બે સભ્‍યો તા.ર૬ અને ર૭મીએ ગુજરાતમાં મુકામ કરશે બે દિવસ ચુંટણી પંચના અધિકારીઓ અને જીલ્લા કલેકટરો સાથે બેઠક યોજી ચુંટણીની કામગીરીની સમીક્ષા કરશે. ત્‍યાર પછી ચુંટણી ગમે ત્‍યારે  જાહેર થઇ શકે તેવુ એક વર્ગ માને છે.
જો કે એક વર્ગ એવુ માને છે કે ચુંટણીની જાહેરાત દિવાળી પછી થશે.  ૩૧ ઓકટોબરે કેવડીયામાં સરકાર દ્વારા સરદાર જયંતી નિમિતે મોટો કાર્યક્રમ યોજાનાર છે તેમજ રાજયમં રાષ્‍ટ્રીય કક્ષાનો રમતોત્‍સવ યોજાનાર છે. તે જોતા ચુંટણી નવેમ્‍બર પ્રારંભે જાહેર થવાની શકયતા છે.

 

(4:08 pm IST)