Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ખાદ્યતેલના ભાવ અને ‘લમ્‍પી'ના મુદ્દે ગૃહમાં હોબાળો

શાસક પક્ષને ‘લમ્‍પી' વાઇરસ થયો છે' તેવા પુંજાભાઇ વંશનો ટોણો : તેલના ભાવ સતત વધે છે, સરકાર શું કરે છે ? સુત્રોચ્‍ચાર સાથે કોંગીનો ગૃહત્‍યાગ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા.રર : આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના પરેશ ધાનાણીના ટુંકી મુદતના પશ્નમાં ભારે હો- હા થવા પામી હતી. રાજયમાં ખાદ્ય તેલના વધતા ભાવ વધતી જાય છે. સરકાર શું કરે છે.

આ પ્રશ્ન ભારે ચર્ચા સભ્‍યોએ કરી હતી. એક તબકકે આખટ્રેઝરી બેચ ઉભી થઇ હતી. ત્‍યારબાદ રાજય નાગરીક પુરવઠા મંત્રી નરેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી.

આ માહિતીથી વિપક્ષને સંતોષ ન થતા ભારે સુત્રોચ્‍ચાર ચાલુ રાખ્‍યો હતો. એક તબકકે કોંગ્રેસના પુંજાભાઇ વંશે સત્તાધારી પક્ષને લમ્‍પી વાયરસ  થયો છે. આ સાંભળતા સત્તાધારી પક્ષ પણ આકર્ષક બન્‍યો હતો.

વિપક્ષ દ્વારા સતત સુત્રોચ્‍ચાર ચાલુ રહ્યો હતો અને વોકઆઉટ કરી લોબીમાં ભારે સુત્રોચ્‍ચાર કર્યો હતો.

(3:27 pm IST)