Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સરગમ ચિલ્‍ડ્રન કલબના બાળ દોસ્‍તો માટે રવિવારે એક દિવસીય રાસોત્‍સવ જામશે

ડી.એચ.કોલેજના મેદાનમાં નિઃશુલ્‍ક આયોજનઃ આઇકાર્ડ પર પ્રવેશ

રાજકોટ,તા. ૨૨ : સરગમ ચિલ્‍ડ્રન કલબ દ્વારાᅠ આગામી તા.૨૫ના રવિવારે એક દિવસના વેલકમ દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ડી.એચ. કોલેજ (યાજ્ઞિક રોડ)ના મેદાનમાં સાંજે ૬ થી ૮ વચ્‍ચેᅠ ચિલ્‍ડ્રન કલબના તમામ સભ્‍યોને વિનામુલ્‍યે પ્રવેશ આપવામાં આવશે. આ રાસોત્‍સવમાં બે ગ્રૂપમાં એટ્‍લે કે ૬ થી ૧૦ વર્ષ અને ૧૧ થી ૧૫ વર્ષમાંᅠ વેલડ્રેસ પ્રિન્‍સ અને પ્રિન્‍સેસ એવી રીતે આકર્ષકᅠ ઇનામો આપવામાં આવશે. કુલ ૮૦ ઇનામ રાખવામાં આવ્‍યા છે.

મન્‍સૂર ત્રિવેદી પ્રસ્‍તુત મ્‍યૂઝિકલ મેલોડી કલર્સ સંગીત પીરસશે. મુંબઈના હેમંત પંડ્‍યા, રાજકોટના સોનલ ગઢવી, મનીષા કરીન્‍ડકર અને નિલેષ પંડ્‍યા વગેરે ગરબા ગાશે. તમામ સભ્‍ય બાળકોએ આઈ કાર્ડ પિનઅપ કરીને આવવા જણાવાયું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ અલકાબેન કામદાર, નીલુબેન મહેતા, મધુરિકાબેન જાડેજા, ગીતાબેન હીરાણી, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, આશાબેન ભુછડા, અલકા ધામેલીયા, હેતલ થડેશ્વર, જયશ્રીબેન વ્‍યાસ, જયશ્રીબેન મહેતા અને વૈશાલીબેન શાહᅠ તેમજ લેડીઝ ક્‍લબના કમિટી મેમ્‍બર જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:44 pm IST)