Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

વોલ્‍વો કાર ઈન્‍ડિયાએ પેટ્રોલ માઈલ્‍ડ- હાઈબ્રિડ રેન્‍જ લોન્‍ચ કરી

અમદાવાદઃ સ્‍વીડિશ લકઝરી કાર ઉત્‍પાદક વોલ્‍વો કાર ઈન્‍ડિયાએ ભારતમાં તેની પેટ્રોલ માઈલ્‍ડ-હાઈબ્રિડ કારની નવીનતમ રેન્‍જ લોન્‍ચ કરી છે. નવી ૨૦૨૩ લાઇનઅપમા કોમ્‍પેક્‍ટ લકઝરી SUV, હ્‍ઘ્‍૪૦નું પેટ્રોલ માઇલ્‍ડ-હાઇબ્રિડ વર્ઝન શામેલ છે.લોન્‍ચ થયેલા અન્‍ય ૨૦૨૩ મોડલમાં - લકઝરી સેડાન S90, વોલ્‍વોની સૌથી વધુ વેચાતી મિડ-સાઈઝ લક્‍ઝરી SUV XC60 અને કંપનીની ફ્‌લેગશિપ લક્‍ઝરી SUV, XC90નો સમાવેશ થાય છે. આ સાથે કંપની સંપૂર્ણ પેટ્રોલ હાઇબ્રિડમાં તેનું સંક્રમણ પૂર્ણ કરે છે, વોલ્‍વો કારની ટકાઉ ગતિશીલતાની મહત્‍વાકાંક્ષાની નજીક પહોંચી છે અને ૨૦૩૦ સુધીમાં ઓલ-ઇલેક્‍ટ્રિક બનવાની કંપનીની વ્‍યૂહરચના સાથે આગળ વધી રહી છે. નવી પેટ્રોલ માઈલ્‍ડ-હાઈબ્રિડ Volvo XC40 ની કિંમત રૂ.૪૫,૯૦,૦૦૦ એક્‍સ-શોરૂમ નિર્ધારાઇ છે પરંતુ આગામી તહેવારોની સીઝન માટે કંપની મર્યાદિત સમયગાળા માટે રૂ.૪૩,૨૦,૦૦૦ ની આકર્ષક કિંમતે ઓફર કરી રહી છે. ૪૮-વોલ્‍ટની બેટરી સાથે 1969-cc એન્‍જિન દ્વારા સંચાલિત, XC40 એક ટૂરિંગ ચેસિસ ધરાવે છે. આ કારની કિંમત રૂા.૬૫,૯૦,૦૦૦થી રૂા.૬૬,૯૦,૦૦૦ (એકસ શો રૂમ) હોવાનું જણાવાયું છે.

(3:51 pm IST)