Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

વડોદરાની સેન્‍ટ્રલ જેલમાં એક સાથે 7 કેદીઓનો ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસઃ જેલ સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ સામે આક્ષેપો

સમયસર ભોજન ન મળતુ હોવાનો આક્ષેપઃ ઉચ્‍ચ અધિકારીઓ સયાજી હોસ્‍પિટલ દોડી ગયા

વડોદરાઃ વડોદરાની સેન્‍ટ્રલ જેલમાં જેલ સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ સામે આક્ષેપો કરીને એકસાથે 7 કેદીઓએ આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે.

વડોદરામાં સેન્ટ્રલ જેલમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં સેન્ટ્રલ જેલમાં સાત કેદીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સેન્ટ્રલ જેલમાં 7 કેદીઓએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. જેલની બેરેકમાં ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાં બનેલી આ ઘટનામાં જેલ સુપ્રીન્ટેન્ડેન્ટનું નામ સામે આવ્યું છે. સાથી કેદીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે જેલ સુપ્રીન્ટેન્ડેન્ટનાં ત્રાસથી સાત કેદીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેલમાં સમયસર ભોજન પણ ન મળતું હોવાનો કેદીઓએ સનસનાટીભર્યો આક્ષેપ કર્યો છે.

એટલું જ નહીં, સેન્ટ્રલ જેલમાં સુપ્રીન્ટેન્ડેન્ટ બેરેકમાંથી બહાર પણ ના નીકળવા દેવાનો આક્ષેપ લાગ્યો છે. હાલ સાતેય કેદીઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સયાજી હોસ્પિટલ પહોંચ્યાં છે.

આપઘાતનો પ્રયાસ કરનાર કેદીઓની યાદી:

    હર્ષિલ લીંબાચિયા

    અભિ આનંદ ઝા

    માજીદ ભાણ

    સલમાનખાન પઠાણ

    સાજીદ અક્બર કુરેશી

    સોહેબ કુરેશી

    આકાશ વાડકે

(4:10 pm IST)