Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સારા વરસાદના કારણે કપાસના પાકના ઉત્‍પાદનમાં અને ભાવમાં વધારોઃ એક મણના 1500થી 2100 ભાવ ઉપજ્‍યા

બોટાદના કોટન યાર્ડમાં કપાસની આવક શરૂઃ સીઝનમાં એક લાખ મણ કપાસની આવક થશે

 

બોટાદઃ બોટાદના યાર્ડમાં કપાસની ભારે આવક શરૂ થઇ છે અને ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે.

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા બોટાદના કોટન યાર્ડમાં કપાસની આવક શરૂ થઈ ગઈ છે. રોજની અહીંયા 10 થી 15 હજાર મણ કપાસની આવક થઈ રહી છે. ખેડૂતોને હરાજીના ભાવ રૂ.1500થી 2100 સુધી મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં યાર્ડમાં 1 લાખ મણ કપાસની આવક થશે.

સૌરાષ્ટ્રમાં ખેડૂતો મુખ્યત્વે કપાસનું વાવેતર કરતા જોવા મળે છે. ત્યારે સોરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ બોટાદમાં આવેલ છે, જ્યાં સીઝનમાં 1 લાખ મણ કપાસની આવક થતી હોઈ છે અને ખેડૂતો બોટાદ જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી કપાસ વેચવા માટે આવતા હોઇ છે.

હાલ છેલ્લા 10 દિવસથી અહીંયા કપાસ વેચવા માટે ખેડૂતો આવી રહ્યા છે. જ્યાં રોજની 10 થી 15 હજાર મણ કપાસની આવક થઈ રહી છે અને હરાજીમાં ખેડૂતો ને રૂ. 1500 થી 2100 સુધીના ભાવ મળી રહ્યા છે. જેને લઈ ખેડૂતો ને સારો ભાવ મળતા આનંદ જોવા મળી રહ્યો છે બીજી તરફ યાર્ડમાં આગામી દિવસોમાં કપાસ ની મોટી સંખ્યામાં આવક થશે.

(4:11 pm IST)