Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સુરતના રાંદેર વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં 3 દુકાનના તાળા તોડનાર ચોર બાતમીના આધારે પોલીસના સકંજામાં

સુરત: રાંદેર રોડ રૂષભ ચાર રસ્તા સ્થિત સંગીની મેગ્નસ નામના શોપીંગ સેન્ટરમાં ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સની ઓફિસ ઉપરાંત હોમિયોપીથેક ક્લિનીક અને ખાનગી કંપનીની ઓફિસના તાળા તોડી કુલ રૂ. 5.45 લાખની મત્તા ચોરી કરનાર ચોરને રાંદેર પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. રાંદેર મેઇન રોડ રૂષભ ચાર રસ્તા સ્થિત સંગીની મેગ્નસ નામના શોપીંગ સેન્ટરમાં અઠવાડિયા ચોર ત્રાટકયા હતા. શોપીંગ સેન્ટરમાં આવેલી ન્યુ ભારત એજન્સી ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સની ઓફિસમાં રોડ સાઇડની બારીમાંથી અંદર પ્રવેશી એજન્સીના એકાઉન્ટન્ટની ઓફિસના ડ્રોઅરમાંથી રોકડા રૂ. 5.30 લાખ અને બાજુમાં પારસ ઓઝોન થેરાપી સેન્ટર હોમિયોપેથીક સેન્ટર નામના ક્લિનીકનમાંથી રોકડા રૂ. 15 હજાર અને બાજુની લોજીક્સ બિલ્ડ કંપનીની ઓફિસના પણ તાળા તોડયા હતા. આ ઘટનામાં રાંદેર પોલીસે મોહમદ સલમાન ઉર્ફે મુસુ અબ્દુલ કાદર મુસા (ઉ.વ. 22 રહે. સાઝીયા એપાર્ટમેન્ટ, મોમનાવાડ, સલાબતપુરા) ની ધરપકડ કરી તેની પાસેથી રોકડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 3.89 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોહમદ સલમાન અગાઉ દસથી વધુ ચોરી અને બે વખત પાસા અટકાયતી હેઠળનો રીઢો ગુનેગાર છે.

(5:22 pm IST)