Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દારૂનો જથ્થો મોકલાવનારા વલસાડના સપ્લાયરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો

વડોદરા: શહેરના કારીબાગ વિસ્તારમાં આવેલી ભાવના ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દારૂનો જથ્થો મોકલનાર વલસાડના સપ્લાયરને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.કારેલીબાગ જલારામ મંદિર રોડ પર આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ત્રણ મહિના અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભાવના ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દરોડો પાડી રૂ 2.30 લાખની કિંમતના દારૂ ભરેલા  2880 નંગ ટેટ્રાપેક કબજે કરવામાં આવ્યા હતા.પોલીસે રીક્ષામાં માલ લઈ આવનાર ડ્રાઇવર તેમજ દારૂ મોકલનાર અને દારૂ મંગાવનાર સામે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન દારૂનો જથ્થો વલસાડ ખાતે આવેલી નંદવાણા ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા મનીષ હસમુખભાઈ પટેલ રહે કુંતા ગામ વલસાડ રહે દાદરા નગર હવેલી દ્વારા મોકલવામાં આવ્યો હોવાની વિગતો ખૂલી હતી.વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મનીષની તપાસ કરતા તેણે આગોતરા જામીન માંગ્યા હતા. પરંતુ કોર્ટે આગોતરા જામીન રદ કરતા ક્રાઈમ બ્રાન્ચે મનીષને ઝડપી પાડી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.

(5:27 pm IST)