Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ગરીબોના ચૂલે છે , તેલનુ ટીપુંય દોહ્યલુ અને અમીરોની મજારે ધી ના દિવા થાય છે...ખેડુતોની તમામ ઉપજ પાણીના ભાવે લૂંટાઈ રહી છે છતાંય ગરીબ ગ્રાહકો અસહ્ય મોંધવારીના મારથી શું કામે પીસાઇ રહયા છે..? ભાજપના રાજમાં હે પ્રભુ, માત્ર તારુ નામ જ થયુ સોંધુ, બાકી બધુજ થઈ રહ્યુ છે મોંઘુ... મોંઘુ...: પરેશ ધાનાણી

વિધાનસભા ગૃહમાં ખાધતેલના વધતા ભાવોને અંકુશમાં રાખવા બાબતના પ્રશ્નમાં પૂર્વ વિપક્ષના નેતાની રાજ્ય સરકાર ઉપર ધણધણાટીરાજકોટ તા.૨૨ :આજે વિધાનસભા ગૃહમાં ખાધતેલના વધતા ભાવોને અંકુશમાં રાખવા બાબતના પ્રશ્નમાં પૂર્વ વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ જણાવ્યુ હતું કે રાજ્યમાં છેલ્લા 27 વર્ષીય ભાજપના રાજમાં હવે ગરીબોના ચૂલે થઇ રહયુ છે તેલનુ ટીપુંય દોહ્યલુ અને અમીરોની મજારે ધી ના દિવા થાય તેવી મૂડીવાદી સરકારી વ્યવસ્થાનો ભોગ રાજયના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો બની રહયાં છે.

સમગ્ર દેશમાં કૃષિ ઉત્પાદનો ઉપર કાળા કરવેરા વસુલવાની ગુજરાતમાં શરૂઆત કરનારી ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી માનસિકતાના કારણે કૃષિ ઉપજના મૂળ ઉત્પાદક એવા ખેડુતોની તમામ ઉપજો પાણીના ભાવે લૂંટાઈ રહી છે અને બીજી તરફ ગરીબ અને મધ્યમ વર્ગીય ઉપભોકતા એવા ગ્રાહકોએ મોંધવારીનો માર શું કામે સહન કરવો પડે તેવો વેધક સવાલ ઉઠાવતા શ્રી ધાનાણીએ જણાવેલ કે, આજે ખુલ્લી બજારમા વેંચાઈ રહેલ વિવિધ તેલીબીયાંની જણસોના સરેરાશ મણ દિઠ (ર૦ કિ.ગ્રામ) ના ભાવ મુખ્યત્વે મગફળીનો ભાવ રૂ.૯૦૦, કપાસનો ભાવ રૂ. ૧૫૦૦, સરસવનો ભાવ રૂ. ૧૦ર૧, સોયાબીન ભાવ રૂ. ૯૪૩, સૂર્યમુખીનો ભાવ રૂ. ૯૯૧,  એરંડાનો ભાવ રૂ. ૧૩૪૬,  તલનો ભાવ રૂ. રર૦૦  સહિત લગભગ તમામ ખેત-ઉપજો ખૂબ નહિંવત ભાવે વેચાઇ રહી છે.

એક તરફ પોષણક્ષમ ભાવના અભાવે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને બીજીતરફ નફાખોરી, સંગ્રહખોરી તેમજ કાળા બજારીયાઓની મીલીભગત ઉપર સરકારી નિયંત્રણના અભાવે વિવિધ ખાધ તેલના ભાવો આસમાને પહોંચ્યા હોવાનું સરકારે આજે વિધાનસભામાં સહજતાથી સ્વીકાર કરવો તે મોંઘવારીથી પીડાતી રાજયની લાખો ગૃહિણીઓના અપમાન સમાન છે. સરકારી રેકર્ડ મુજબ ગત ૧૦ સપ્ટેમ્બર, ર૦રરના રોજ સિંગતેલ ડબાના રૂ. ૨૬૩૧,  કપાસીયા તેલ ડબાના રૂ. ૨૫૦૨, સરસવ તેલ ડબાના રૂ. ૨૩૯૧, સોયાતેલ ડબાના રૂ. ૨૧૮૨,  સૂર્યમુખી તેલ ડબાના રૂ. ૨૩૯૪, પામતેલ ડબાના રૂ. ૧૯૦૨,  સહિત જીવન જરુરી ચીજવસ્તુઓના ઊંચા ભાવ વસુલવાના કારણે ગરીબ  અને મધ્યમ વર્ગીય પરિવારોના ધરે બે ટાણા ચુલો નથી સળગતો ત્યારે કાળજાળ મોંધવારીના મારથી પીડાતી ગુજરાતની ગૃહિણીઓએ હવે શાકનો વઘાર તેલથી કરવો કે પછી ખાલી પાણીમા ભોજન પકાવવુ તેવો સરકારને વેધક સવાલ કરતાં  શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે, સતત વધતા તેલના મોંઘા ભાવના કારણે ઘરનુ ભોજન, પાઉભાજી, ગાંઠીયા, ભજીયા, પેટીસ, પાણીપુરી સહિતના વિવિધ નાસ્તા અને ફરસાણને સત્વરે મોંઘવારીમાંથી મુક્તિ આપવા માટે કરવેરાના દરોમાં તાત્કાલિક ઘટાડો કરવાની માંગણી કરેલ હતી.

વધુમાં શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે, આવી જ રીતે ગૃહિણીઓના રસોડામાં રોજબરોજની જરૂરિયાતવાળી નીચે મુજબની વિવિધ કૃષિ ઉપજોને ખેડૂતો પાસેથી ખુલ્લી બજારમાં પાણીના ભાવે પડાવી લેવામાં આવે છે અને એજ કૃષિ ઉપજો જયારે ગરીબ અને મધ્યમ વર્ગીય ગ્રાહકો બજારમાં ખરીદવા જાય ત્યારે અનેક ગણી કિંમતે લોકોએ નફાખોરી અને કાળાબજારીનો ભોગ બનવુ પડે છે.

નીચો ભાવ

(ર૦ કિલો.) માર્કેટીંગયાર્ડનો

ઉંચો ભાવ

(ર૦ કિલો) ખેડૂતોને સરેરાશ ઉપજતા ભાવ

(ર૦ કિલો) ગ્રાહકોએ ચૂકવવો પડતો સરેરાશ બજાર ભાવ

(ર૦ કિલો)

ઘઉ ૪૧૪ ૪૮૦ ૪૪૭ ૯૦૦

તલ ર૦૦૦ ર૪૬૧ રર૩૦ પ૦૦૦

જીરૂ  ૩૭પ૧ ૪૬૧૧ ૪૧૮૧ ૧ર૦૦૦

ઈસબગુલ ર૬૦૦ ૩ર૮૧ ર૯૪૦ ૧૪૦૦૦

કલંજી ૧૩ર૬ ર૧ર૬ ૧૭ર૬ ૧ર૦૦૦

વરિયાળી રરપ૧ રર૭૬ રર૬૩ ૮૦૦૦

લસણ  ૬૧ રર૧ ૧૪૧ ૪ર૦૦

ડુંગળી  પ૧ ર૪૧ ૧૪૬ પ૪૦

બાજરો  ૩૯૧ ૪૦૧ ૩૯૬ ૧પ૦૦

જુવાર  ૪૬૧ ૭૧૧ પ૮૬ ૧૬૦૦

મકાઇ ૪પ૦ પ૭૧ પ૧૦ ૧૬૦૦

મગ ૭૭૬ ૧૪૦૧ ૧૦૮૮ ૩૬૦૦

ચણા  ૭૩૧ ૮૬૧ ૭૯૬ ર૮૦૦

અડદ  ૭૦૦ ૧૪૯૧ ૧૦૯પ ૪ર૦૦

તુવેર ૯ર૬ ૧૪૭૧ ૧૧૯૮ ૩ર૦૦

મેથી ૭૦૧ ૧૦૩૧ ૮૬૬ ૩૯૦૦

વટાણા ૩૦૧ ૩૯૧ ૩૪૬ ૩૬૦૦

(સોર્સઃ ગુજરાતમાં ગોંડલ માર્કેટયાર્ડના તા.ર૧-૯-ર૦રરના ભાવપત્રક પરથી)

આમ આજે કાળજાળ મોંઘવારીથી પિડીત આખાય ગુજરાતને હવે ર૭ વર્ષના સળંગ શાસન પછી એવો અહેસાસ થઇ રહયો છે કે,  "ભાજપના રાજમાં હે પ્રભુ માત્ર તારુ નામ જ થયુ સોંધુ, બાકી બધુજ થઈ રહ્યુ છે મોંઘુ મોંઘુ." ત્યારે ખાદ્યાન્ન તેલ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓમાં મોંધવારીના અસહ્ય મારથી ગુજરાતની લાખો ગૃહિણીઓને સત્વરે બચાવવા શ્રી ધાનાણીએ સરકારને વિનંતી કરી હતી

(8:03 pm IST)