Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સેલંબા પંચાયત ઓફીસ પાછળ જુગાર રમતા 5 શખ્શોને રૂા.૧૧,૨૭૦ ના સાથે ઝડપી પાડી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ પોલીસ અધિક્ષક ,નર્મદાએ આગામી દિવાળીનગ તહેવાર નિમિત્તે જીલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા તેમજ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન રાખેલ હોય , જેમાં રાજેશ પરમાર,નાયબ પોલીસ અધિક્ષક,રાજપીપલા ડીવિઝન તથા પી.પી. ચૌઘરી સર્કલ પો.ઈન્સ ડેડીયાપાડા ના માર્ગદર્શન મુજબ એલ.ડી.વસાવા , ઈન્ચાર્જ પો.સબ. ઈન્સ સાગબારા પોલીસ સ્ટેશન તથા સાગબારા પોલીસ ટીમનએ સેલંબા ટાઉન વિસ્તારમા આવેલ ગ્રામ પંચાયત ઓફીસની પાછળ આવેલ પ્રહલાદભાઇ યાદવભાઇ સાળવે ના ઘરની આગળના ભાગે ગે.કા.રીતે પતા પાનાનો હારજીતનો જુગાર રમતા ઇસમોને કુલ રૂા .૧૧,૨૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જેમાં અરૂણભાઇ નિબુલાલા ગુપ્તા, રહે.સેલંબા ખોચરપાડા રોડ , તા. સાગબારા , જિ - નર્મદા,હારૂણભાઇ અયુબભાઇ મેમણ, રહે.સેલંબા જમાદાર ફળીયુ,તા.સાગબારા, જિલ્લો, નર્મદા, અફજલ ખાન અમીરખાન પઠાણ , રહે.સેલંબા જમાદાર ફળીયુ , તા.સાગબારા , જિલ્લો - નર્મદા ,પ્રહલાદભાઇ યાદવભાઇ સાળવે , રહે - સેલંબા પંચાયત ઓફીસની પછળ , તા. સાગબારા , જી - નર્મદા , ( ૫ ) સામાભાઇ ટેડગીયાભાઇ વસાવા રહે - ગોપાડા તા - સાગબારા જી - નર્મદા નાઓને પકડી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

(9:29 am IST)