Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ડેડીયાપાડા પો.સ્ટે.ના પોસ્કોના કેસમાં વિપુલ વસાવાને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી રાજપીપળા કોર્ટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના ડેડીયાપાડા પો.સ્ટે.માં અગાઉ નોંધાયેલી બળાત્કાર ની ફરીયાદ બાદ આ કેસ રાજપીપળા ની કોર્ટમાં ચાલતો હોવાથી આજરોજ આ કેસનો ચુકાદો આવતા આરોપી વિપુલ વસવાને કોર્ટે પોસ્કોના કેસમાં 10 વર્ષની સખત કેદ ની સજા ફટકારતા અન્યોમાં પણ ફફડતા જોવા મળ્યો હતો
મળતી માહિતી મુજબ વિપુલભાઈ રામાભાઇ વસાવા એ ભોગબનનાર દીકરી ની સગીરવયની હોવાનું જાણવા છતાં ભોગબનનારને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ ગુનો કર્યો હોવા બાબતે ડેડીયાપાડા પોલીસમાં ભોગબનનારે જાતે ફરિયાદ કરી હતી જેમાં આજરોજ નામદાર એડી સેસન્સ જ્જ એન એસ સિદ્દીકી ની કોર્ટમાં પોસ્કો કેસ નં.25/2020 થી કલમ 376 તેમજ પોસ્કો એક્ટ મુજબ કેસ ચાલતા જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલની દલીલ ને ગ્રાહ્ય રાખી આઈ પી સી કલમ 376 અને પોસ્કો એક્ટ ની કલમ મુજબ વિપુલ વસાવા ને તકસીરવાર ઠેરવી 10 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ.5000/- દંડ ફટકાર્યો હતો.

(11:04 pm IST)