Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

રાજપીપળા ST ડેપોના કર્મચારીઓની હડતાળ મોકૂફ : કર્મચારી મહામંડળની સરકાર સાથે બેઠક બાદ નિર્ણય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર રાજ્ય સાથે રાજપીપળા એસટી ડેપોના કર્મચારીઓની આજે મધરાત થી હડતાળ થવાની બાબતે સરકાર સાથે ગઈકાલે મોડી સાંજ સુધી સરકાર સાથે વાટાઘાટો બાદ  કર્મચારી ઓની કેટલીક માંગો સ્વીકારાઈ હતી માટે આજે મધરાત થી યોજાનાર એસટી કર્મચારી ઓની હડતાલ મોકૂફ રખાઈ હોવાનું યુનિયન પ્રમુખ નવનિતભાઈ પરમારે ટેલિફોનિક વાતમાં જણાવ્યું છે.વધુમાં તેમણે જણાવ્યું કે ગઈકાલે સાંજે મહામંડળ ના આગેવાનોની સરકાર સાથે ચર્ચા પછી એસટી કર્મચારીઓ સંગઠન કેટલીક માંગ બાબતે સંતુષ્ટ થતા  મંત્રી સાથે કર્મચારી મહામંડળના આગેવાનોની ચર્ચા બાદ સંગઠનોંની નારાજગી ટળી છે સરકાર સાથેની બેઠકમાં પડતર પ્રશ્નોનું નિવારણ બાબતે અમુક અંશે સફળતા મળી છે માટે મધરાતથી પડતર પ્રશ્નોને લઇને એસટીના કર્મચારીઓ હડતાલમાં ઉતરવાના હતા જે મોકૂફ રખાયું છે

(11:06 pm IST)