Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

નર્મદા : રસેલા એગ્રીકલચર ફીડર પર વીજપુરવઠો અનિયમિત અને ઓછો મળતા ખેડૂતોમાં રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નાંદોદ તાલુકમાં વીજળી ની અવાર નવાર રામાયણ ઉભી થતી હોય છે ત્યારે હાલમાં નાંદોદ તાલુકાના રસેલા ફીડર પરથી આપતો એગ્રીકલચર વીજ પુરવઠો ઓછો અને અનિયમિત મળતો હોવાની બુમ ઉઠી છે.

ખેડૂત દિલીપસિંહ રાવલજીના જણાવ્યા મુજબ ઘણા દિવસોથી રસેલા ફીડર ઉપર આપતો એગ્રીકલચર વીજ પુરવઠો ઓછો અને અનિયમિત મળતા ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે,એક તરફ સરકાર આઠ કલાક વીજળી આપવાની વાત કરે છે ત્યારે બીજી બાજુ અમારા તરફ પાંચ છ કલાક અને એ પણ અનિયમિત વીજળી અપાતી હોવાથી આ તરફના ખેડૂતો તકલીફ માંથી પસાર થઈ રહ્યા છે.આ બાબતે રજુઆત કરવા છતાં કોઈજ સુધારો થતો નથી,તાજેતર માં ભારે વરસાદ ના કારણે કરજણ ડેમ માંથી પાણી છોડાતા નાંદોદ તાલુકના ઘણા ખેડૂતો ના પાક ખલાસ થઈ ગયા ત્યારબાદ હવે વીજળી ની તકલીફ આવતા ધરતીપુત્રો મુશ્કેલી માં મુકાયા છે તો સરકાર આ માટે યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
 આ બાબતે રાજપીપળા વીજ કંપનીના મુખ્ય ઈજનેર એ.જી.પટેલે જણાવ્યું કે હમણાં લોડ સેડિંગ ચાલે છે અને આ બાબત જેટકો કંપની ની હોય માટે ત્યાંથી જે તે અધિકારી ને સૂચના અપાઈ એ મુજબ લોડ સેડિંગ ની કામગીરી કરતા હોવાથી એગ્રીકલચર વીજળી માં આ સમસ્યા ઉભી થાય છે. આ બાબતે ઘણા ગામોની ફરિયાદ આવે છે  કોઈ ફોલ્ટ હોય તો અમે કાઈ કરી શકીએ પણ લોડ સેડિંગ માં કઈ ના થઇ શકે.

(11:05 pm IST)