Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

વડોદરા પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમ પહોંચી દિવાળી તહેવારો ઉજવાતા વડીલોની આંખો અશ્રુભીની

વડીલોની સાર સંભાળ એ જ સાચી સેવાઃ પોલીસ કમિશનર શમશેર સિંઘની નીતિરીતિ આગળ ધપાવતા પીઆઇ કિરીટ લાઠીયા ટીમ, એસીપી પી.આર.રાઠોડ દ્વારા ભજનોનો રમઝટ બોલાવવામાં આવી

રાજકોટ તા. ૨૨, સારા અને સજ્જન લોકોને પીડતા લુખ્ખાઓ સામે લોખંડી હાથે કામ લેવા માટે જાણીતા વડોદરાનાં પોલીસ કમિશનર સામાન્ય પ્રજાને નાની નાની વાતમાં દંડિત કરવાને બદલે પ્રજાને તેમની મુશ્કેલી સમયે કેવી રીતે મદદ કરી શકાય તેવી ચર્ચા દરેક બેઠક વખતે કરી પોતાની નીતિ રિતી પ્રજાલક્ષી રાખવાની પોતાના પોલીસ સ્ટાફને આડકતરી રીતે જણાવે છે, આ વાતો માત્ર બોલવા પુરતો મર્યાદિત રહેતી નથી, લોક ડાઉન સમયે લોકોને હોસ્પિટલ પહોંચાડવા, ઇમરજન્સી સમયે દવા એન્ડ દૂધ માટે મદદ કરી હતી.           

 વડોદરા વારસિયા પોલીસ મથકના પીઆઇ કિરીટ લાઠીયા પણ રાજકોટ  ક્રાઇમ બ્રાન્ચના કાર્યકાળ દરમિયાન પોતાની ગુનેગારો સામે કડક હાથે કામ લેવાની પદ્ધતિની પરચો બતાવવા સાથે નવી ભૂમિકા પણ બરોબર નિભાવી રહ્યા છે. તાજેતરમાં  સીપી,ડીસીપી લખધિર સિહ ઝાલા વિગેરે સ્વામી પ્રેમદાસ વૃધાલય ખાતે  પહોંચેલ. તમામ વડીલોને વડીલ વંદના કરી ફટાકડા, મીઠાઈ સાથે અનાજ કીટ વિતરણ કરી તેમની સાથે  ફુલઝર જેવા નાના ફટાકડા ફોડી એડવાન્સ ઉજવણી કરી હતી.

દિવાળી દિવસોમાં પોલીસ સ્ટાફ અને અધિકારીઓ વ્યસ્ત રહેતા હોવાથી આ સમય નક્કી કરવામાં આવેલ. વડીલો પણ ભાવ વિભોર બની ગયેલ, ઘણા વડીલો દ્વારા ભજન માટે માંગણી કરતા એસીપી પી.આર રાઠોડ દ્વાર ભજનો લોક ગીત દ્વારા સંગીત સંધ્યાની શરૂઆત કરતા વડીલો પણ તેમાં જોડાયા અને એક યાદગાર અને સાર્થક દિવસ અને કાર્યના સંતોષ સાથે સહુ છૂટા પડ્યા હતા.

(12:34 pm IST)