Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

પી.એમ.જે.એ.વાય. માઁ કાર્ડના કેમ્પની અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્થળ પર રૂબરૂ મુલાકાત લીધી

લાભાર્થીઓને તથા એનરોલમેન્ટની કામગીરીમાં પડતી મુશ્કેલીઓની વિસંગતતાઓનો સ્થળ પર નિકાલ કરવાની એક પહેલ કરીને યોજનાના લાભ માટે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ: “આપકે દ્વાર આયુષ્માન”  અંતર્ગત ૧ ઓકટોમ્બર ૨૦૨૧ થી ૧૦૦ દિવસની અંદર અમદાવાદ જિલ્લામાં લાયકાત ઘરાવતા તમામ લાભાર્થીઓને પી.એમ .જે.એ.વાય. માઁ કાર્ડ આપવાનું નિર્ધારીત કરેલ છે. અનિલ ઘામેલીયા જિલ્લા વિકાસ અઘિકારી , જિલ્લા પંચાયત,અમદાવાદના માર્ગદર્શનથી અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓ કેમ્પ બેઝથી યુધ્ધના ઘોરણે પી.એમ.જે.એ.વાય. માઁ કાર્ડ યોજનાની કામગીરી હાલમાં કાર્યરત છે.
 ગ્રામ પંચાયત ઉન્દ્રેલ, તાલુકા દસક્રોઇ ખાતે કેમ્પમાં ડૉ. શૈલેષ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અઘિકારી તથા ડૉ. માસુમ ઠુંમર, જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર, પી.એમ.જે.એ.વાય. માઁ યોજના, જિલ્લા પંચાયત, અમદાવાદ દ્વારા કેમ્પના સ્થળે રૂબરૂ મુલાકાત લઇ લાભાર્થીઓને તથા એનરોલમેન્ટની કામગીરીમાં પડતી મુશ્કેલીઓની વિસંગતતાઓનો સ્થળ પર નિકાલ કરવાની એક પહેલ કરેલ તથા યોજનાના લાભ માટે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

(1:20 pm IST)