Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મણિપુરમાંથી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યવ્યાપી સેવા સેતુનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજયવ્યાપી સેવા સેતુના સાતમા ચરણનો પ્રારંભ અમદાવાદ જિલ્લાના સાણંદના મણિપુર ગામેથી કરાવ્યો હતો. રાજયના પ્રજાજનોને મળવા પાત્ર લાભ સહાય ઘર આંગણે મળી રહે તેવાઙ્ગ ઉદાત જનસેવા ભાવથી આ સેવા સેતુનો સાતમો તબ્બકો પાંચમી જાન્યુઆરી ૨૦૨૨ સુધી રાજયમાં યોજાશે. ૨૫૦૦ જેટલા સેવા સેતુ દ્વારા સરકારના વિવિધ વિભાગોનીઙ્ગ ૫૬ઙ્ગ જેટલી સેવાઓ આ અન્વયે સ્થળ પર ઉપલબ્ધ કરાવાશે. મુખ્યમંત્રીએ સેવા સેતુના આ સાતમા ચરણના આરંભે એક નવતર પરંપરા ઊભી કરીને સ્ટેજ પરથી પ્રતિક રૂપે લાભ સહાય વિતરણ કરી કોઈ જ પ્રવચન નો ઉપક્રમ રાખ્યા સિવાય સીધા જ સેવા સેતુના લાભાર્થીઓ અને અધિકારીઓ વચ્ચેઙ્ગ પહોંચી જઈ પ્રત્યક્ષ સંવાદ અને વાર્તાલાપ કરી લાભાર્થીઓની વિગતો જાણી હતી. આપણા ભૂપેન્દ્ર પટેલ આપણી સાથે... આપણા માટે..ની અનુભૂતિ લોકોને કરાવી હતી.

(3:52 pm IST)