Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસની અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતેની ઉજવણીમાં સહભાગી બન્યા

સાણંદની ભગીની કન્યા છાત્રાલયની દીકરીઓ સાથે વ્હાલભર્યો સંવાદ સાધી ગણવેશ વિતરણ કર્યું

રાજકોટ તા. ૨૨ : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના જન્મદિવસની ઉજવણી પ્રસંગે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની ભગિની કન્યા છાત્રાલય ખાતેના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ સાણંદની ભગિની કન્યા છાત્રાલયની બાળાઓ વચ્ચે ઉપસ્થિત રહી શ્રી અમિતભાઈ શાહના જન્મદિવસની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ કન્યા છાત્રાલયની બાળાઓ સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કન્યા છાત્રાલયની દીકરીઓની જરૂરિયાતો વિશે જાણીને તેને સત્વરે પૂર્ણ કરવા માટે કહ્યું હતું.

શ્રી અમિતભાઇ શાહના જન્મદિવસ નિમિત્ત્।ે મુખ્યમંત્રીશ્રીએ દીકરીઓને ગણવેશ વિતરણ કર્યું હતું. આજે ભુપેન્દ્રભાઈ પટેલનુ દીકરીઓ માટેનું વ્હાલ જોવા મળ્યું હતું.

આ કાર્યક્રમમાં અમદાવાદ અમદાવાદ જીલ્લા મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલભાઈ ધામેલીયા,ભગિની કન્યા છાત્રાલયના ટ્રસ્ટીશ્રીઓ આનેઙ્ગ સાણંદ તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(3:53 pm IST)