Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

દાહોદ જીલ્લાના રણધીરકપુર તાલુકાના હાંડી ગામે ખેતરમાં ઉગાડેલ લીલા ગાંજાના ર૩૧૮ છોડ સહિત ૩ કરોડનો મુદ્દામાલ જપ્ત

૩ આરોપીઓ સામે દાહોદ એસઓજી ટીમ દ્વારા કાર્યવાહી

 રાજકોટ તા.૨૨ :પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી.ગુ. રા. ગાંધીનગર આશિષ ભાટીયા સાહેબ શ્રીનાઓએ નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના વધતા જતા ઉપયોગને રોકવાઆપેલ સુચનાઓ મુજબ મે. નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી, પંચમહાલ-ગોધરા, રેન્જ ગોધરા શ્રી નિલેશ જાજડીયા સાહેબશ્રીનાઓના માર્ગદર્શન તથા શ્રી હિતેશ જોયસર, પોલીસઅધિક્ષકશ્રી દાહોદ નાઓની દોરવણી અને માર્ગદર્શનમુજબ એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ.શ્રી. એચ.પી.કરેણ નાઓએ એસ.ઓ.જી. શાખાના અધિકારી/કર્મચારીઓને એન.ડી.પી.એસ. લગત કામગીરી કરવા જરૂરી સુચનાઓઆપેલ હોય જે નુસંધાનેપો.સબ.ઇન્સ. એન.એમ.રામી એસ.ઓ.જી.શાખા દાહોદ નાઓને બાતમી મળેલ કે, રણધીકપુર પો.સ્ટે. વિસ્તારના હાંડી ગામના મછાર ફળીયામાં રહેતા વિક્રમભાઇ નારસિંગભાઇ જાતે મછાર નાએ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં કપાસની સાથે

ગાંજાના છોડનું વાવેતર કરેલ છે જેથી ઉપરોકત બાતમી આધારે એસ.ઓ.જી. દાહોદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી. એચ.પી.કરેણ તથા પો.સબ.ઇન્સ. એન.એમ.રામી એસ.ઓ.જી.શાખા દાહોદ તથા એસ.ઓ.જી. શાખાના માણસો તથા રણધીકપુર પો.સબ.ઇન્સ.ડી.જી.વહોનીયા તથા તેમની ટીમ સાથે બે પંચો સાથે રાખી હાંડી ગામે મછાર ફળિયામાં જઇ બાતમીવાળી જગ્યાની તપાસ કરતા વિક્રમભાઇ નારસિંગભાઇ જાતે મછાર નાઓ પોતાના ઘરે હાજર મળી આવેલ તેને સાથે રાખી પંચો રૂબરૂ તેના કબજા ભોગવટાના ખેતરોમાં તપાસ કરતા કપાસના પાક સાથે લીલા ગાંજાના છોડ મળી આવેલ તેમજ તેમની આજુ-બાજુના બીજા બે ખેતરોમાં પણ લીલા ગાંજાના છોડ મળી આવેલ જેથી એફ.એસ.એલ. અધિકારીને બોલાવી ઉપરોકત ત્રણેય ખેતરોમાં મળીઆવેલ ગાંજાના છોડના પરિક્ષણ કરતાં તમામ છોડ લીલા ગાંજાના હોવાનું જણાવતા નીચે મુજબનો જથ્થો મળી આવતા તમામ જથ્થો કબજે લઇ ત્રણ ઇસમો વિરુધ્ધ એન.ડી.પી.એસ. એકટ મુજબ કાયદેસર કાર્યવાહી કરવા સારૂ રણધીકપુર પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

 

(૧) વિક્રમભાઇ નારસિંગભાઇ મછાર રહે. હાંડી,મછાર ફળીયુ તા.સીંગવડ જી.દાહોદના ખેતર

માંથી ગાંજાના લીલા છોડ કુલ નંગ ૫૮૮ જેનું વજન ૫૩૯ કિલો૪૦૦ ગ્રામ જેની કુલ કિમત રૂપિયા ૫૩,૯૪,૦૦૦/-

 

(ર) હિમતભાઇ જોખનાભાઇ મછાર રહે.હાંડી,મછાર ફળીયુ તા.સીંગવડ જી.દાહોદના ખેતર માંથી ગાંજાના લીલા છોડ નંગ- ૧૩૪૦ નું કુલ વજન ૧૮૯૦ કિલો ૫૦૦ ગ્રામકુલ કિંમત રૂપિયા ૧,૮૯,૦૫,૦૦૦/-

 

(૩) સરતનભાઇ શાન્તુભાઇ મછાર રહે.હાંડી , મછાર ફળીયુ તા.સીંગવડ જી.દાહોદના ખેતર માંથી કુલ લીલા ગાંજાના છોડ નંગ ૩૯૦ જેનું વજન ૩૧૫ કિલોપ૦૦ ગ્રામ Vell sa (5.3.

૩૧,૫૫,૦૦૦/-આમ કુલ છોડ નંગ- ૨૩૧૮ જેનો કુલ વજન ર૭૪૫ કિલો ૪૦૦ ગ્રામ કુલ ક્રિ.રૂ ર,૭૪,૫૪,૦૦૦/- પકડાયેલ આરોપીઃ-

 

(૧) વિક્રમભાઇ નારસિંગભાઇ મછાર રહે. હાંડી, મછાર ફળીયું તા. સીંગવડ જી.દાહોદ

 

વોન્ટેડ આરોપીઓઃ-

 

(૧) હિમતભાઇ જોખનાભાઇ જાતે મછાર રહે. હાંડી, મછાર ફળીયું તા. સીંગવડ જી.દાહોદ.

 

(૨) સરતનભાઇ શાન્તુભાઇ જાતે મછાર રહે. હાંડી, મછાર ફળીયું તા. સીંગવડ જી.દાહોદ.

 

આમ એસ.ઓ.જી.શાખા દાહોદને ગેરકાયદેસર વનસ્પતિજન્ય નશીલા પદાર્થ લીલા ગાંજાના

છોડકુલ છોડ નંગ- ૨૩૧૮ જેનો કુલ વજન ૨૭૪૫ કિલો ૪૦૦ ગ્રામ કુલ કિ.રૂ ર,૭૪,૫૪,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ર,૭૪,૫૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથેએક ઇસમને દબોચી લેવામાં સફળતા મળેલ છે.

(5:34 pm IST)