Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

હિંમતનગરના હાથમતી નદીમાં કેમિકલયુક્ત પાણીથી સેંકડો માછલીઓના મોત નિપજતા અરેરાટી

હિંમતનગર:શહેરના ગટરોના હાથમતી નદીમાં નિકાલ કરાતા તાજેતરમાં કેમિકલ યુકત દુષિત બનેલી ઝેરી પાણી કાટવાડહાપાતાજપુરીથી પસાર થતી હાથમતી નદીમાં હજારો માછલીઓના મોત નિપજતા પર્યાવરણ પ્રેમીઓમાં તંત્ર સામે રોષની લાગણી પ્રર્વતી રહી છે.

હિંમતનગર શહેરની ગટર લાઈનોનું દુષિત તથા કેમિકલ યુકત પાણી હિંમતનગરમાંથી પસાર થઈ  કાટવાડહાપાતાજપુરીથી પસાર થતી હાથમતી નદીમાં ભળતા પશુ-પંખીવન્ય પ્રાણીઓ તથા જળચર પ્રાણીઓના જીવને મોટુ નુકસાન થવાની દહેશત વ્યકત કરાઈ છે ત્યારે તાજેતરમાં હિંમતનગર તાલુકાના તાજપુરી નજીકથી પસાર થતી હાથમતી નદીમાં કેમિકલ યુકત દુષિત બનેલ પાણીથી હજારો માછલીઓના મોત નિપજતા રોગચાળો ફેલાવાની સાથે પર્યાવરણ પ્રેમીમાં રોષની લાગણી પ્રર્વતી રહી છે. હજુ પણ હાથમતીના દુષિત પાણીથી વગડે વિસરતા પશુ પંખીજંગલી પ્રાણીઓ તથા જળચર પ્રાણીઓના જીવનને મોટો ખતરો ઉભો થવા પામ્યો છે.

(6:05 pm IST)