Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

અરવલ્લી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ચેકીંગ દરમ્યાન ગેરકાયદે જથ્થો ઝડપવામાં આવ્યો

અરવલ્લી:જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ધનસુરા,મોડાસા અને રાજેન્દ્રનગર ચોકડી પાસેથી રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરતા ૪ વાહનો કબ્જે કરાયા હતા.વિભાગની ટીમ દ્વારા હાથ ધરાયેલ ચેકીંગ દરમ્યાન ઝડપી પડાયેલ આ વાહનોના માલીકો સામે ગેરકાયદેેસર ખનીજ વહન કરવાના કેસમાં કુલ મળી રૂ. ૭ લાખનો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરાયેલ ચેકીંગમા રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરતા ૦૪ વાહનો કબ્જે કરાયા હતા.જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી મન ચૌધરીની રાહબરી હેઠળ જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં હાથ ધરાયેલ તપાસણી દરમ્યાન ધનસુરા,રાજેન્દ્રનગર અને શામળાજી હાઈવે પરથી રોયલ્ટી પાસ વગર પસાર થતાં ૪ વાહનો ડીટેઈન કરી વિભાગ દ્વારા કુલ મળી રૂ.૧.૨૦ કરોડનો મુદ્દામાલ ઝડપી પડાયો હતો. જયારે મારી મોરમ ખનીજ ખોદકામ,પુરણની ગેરકાયદેસર કામગીરી કરતા બે ઈસમો સામે કાયદા હેઠળ કેસ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહન માલિકો સામે રૂ.૭ લાખનો દંડ આકારાયો હતો.અને દંડ અંકે કરવા તજવીજ હાથ ધરાઈ હતી.

(6:05 pm IST)