Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સુરતના ઉઘના વિસ્તારમાં દવા લેવા નીકળેલ કાપડ વેપારીની પત્નીની મોપેડને ટેન્કરે હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

સુરત: ઉધના રોડ પર બુધવારે દવા લેવા નીકળેલી કાપડ વેપારની પત્નીની મોપેડને ટેન્કરે અડફટે લેતા કમકમાટી ભર્યુ મોત થયુ હતુ. નવી સિવિલથી મળેલી વિગત મુજબ અઠવાગેટ પાસે પ્રિયા હોટલ નજીકમાં ગણેશ પ્રસાદ એપાર્ટમેન્ટમાં રહેતા ૪૫ વર્ષીય વૈશાલીબેન કેતનભાઇ શાહ બુધવારે રાતે મોપેડ પર દવા લેવા નીકળ્યા હતા. તે સમયે ઉધના રોડ રોકડીયા હનુમાન મંદિર પાસે ખરવરનગર બ્રીજ નીચે મોપેડને પુરપાટ હંકારતા કેમીકલના ખાલી ટેન્કરચાલકે ટક્કર મારી હતી. જેમાં તેમને ગંભીર ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના પતિ માર્કેટમાં કાપડના ધંધા સાથે સંકળાયેલા છે. સલાબતપુરા પોલીસે કહ્યુ પાંડેસરાની મીલમાં કેમીકલ ખાલી કરીને ટેન્કર ચાલક રાકેશ તિવારી ભરૃચ તરફ જવા નીકળ્યો હતો.

(6:07 pm IST)