Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

રાજ્યમાં કોલસા અને વીજ પુરવઠાની સમસ્યાનું નિરાકરણ ગણતરીના દિવસોમાં આવશે નિવારણ : ઉર્જા મંત્રીનો દાવો

ખેડૂતોને આપવામાં આવશે રાત્રે વીજળી : મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીની સૌથી મોટી અને જૂની સમસ્યા એવા વાપી રેલવે અન્ડર પાસનું ખાતમુર્હુત

ગુજરાતમાં કોલસા સંકટ મુદ્દે ઉર્જા મંત્રી કનુ દેસાઇએ મોટો દાવો કર્યો છે તેમણે રાજ્યમાં કોલસા અને વીજ પુરવઠાની સમસ્યા અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે આ સમસ્યા થોડા દિવસ માટે છે અને ટૂંક સમયમાં જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે કનુભાઈ દેસાઈએ વાપીના એક કાર્યક્રમમાં નિવેદન આપતા એમ પણ કહ્યું દેશના અન્ય રાજ્યોની સરખામણી ગુજરાતમાં પરિસ્થિતિ સારી છે. ખેડૂતોને પાક સિંચાઇ માટે વિજળીની જરૂરિયાત હોવાને કારણે તેમની પણ માંગ છે ત્યારે ઉર્જામંત્રીએ ખેડૂતોને વિજળી આપવા અંગે સરકાર વિચારણા કરી રહી હોવાની પણ વાત કહી છે.

વાપી નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પાલિકા માં સત્તાધારી પક્ષ ભાજપ અત્યારથી જ માહોલ બનાવવામાં વ્યસ્ત છે. રાજ્યના નાણા ઊર્જા અને પેટ્રોકેમિકલ કેબિનેટ પ્રધાન કનુભાઇ દેસાઇ પોતાના મતવિસ્તાર વાપીમાં વર્ષો જૂની સૌથી મોટી સમસ્યાઓનું એક પછી એક નિરાકરણ લાવી રહ્યા છે

આજે કનુભાઈ દેસાઈના હસ્તે વાપી ની સૌથી મોટી અને જૂની સમસ્યા એવા વાપી રેલવે અન્ડર પાસ નું ખાતમુર્હુત કર્યું હતું વાપી શહેરના મધ્યમાંથી રેલ્વે લાઇન પસાર થાય છે આથી રેલવે લાઇન ક્રોસ કરવા માટે લોકો જીવને જોખમમાં મૂકીને રેલવે ટ્રેક પસાર કરે છે આથી દર વર્ષે અનેક લોકો અકસ્માતમાં ભોગ બને છે અને જીવ ખોવાનો વારો આવે છે આથી આજે નાણાં મંત્રીના હસ્તે આ રેલવે અંડરપાસ નું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું જેને માર્ચ મહિના સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેવી કનુભાઇ દેસાઇએ ખાત્રી પણ આપી છે.
રાજ્યમાં કોલસા અને વીજ પુરવઠાના મુદ્દે પણ નાણા અને ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇ એ જણાવ્યું કે રાજ્યમાં ચાલી રહેલી કોલસા ની સમશ્યા ગણતરીના દિવસોમાં પૂરતી જ છે અને આગામી ટૂંક સમય માં તે સમશ્યા પણ પૂરી થઈ જશે જોકે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં જ્યાં વીજ પુરવઠાની જરૂરીયાત છે તેવા વિસ્તારોમાં ખેડૂતો માટે રાત્રે પણ વીજ પૂરવઠો આપવાં માટે સરકાર પ્લાનિંગ કરી રહી છે

(8:08 pm IST)