Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

'હર કામ દેશના નામ' : ગૃહ રાજ્યમંત્રી હર્ષ રામેશ્વર સંઘવીએ ભારતીય તટરક્ષક દળના પ્રાદેશિક હેડક્વાર્ટર (ઉત્તર-પશ્ચિમ)ની મુલાકાત લીધી

મંત્રી હર્ષ સંઘવીએ ભારતીય તટરક્ષક દળ અને રાજ્યની એજન્સીઓ વચ્ચે પારસ્પરિક તાલમેલ, સંપર્ક અને સંયુક્ત પ્રયાસોને બિરદાવ્યા

અમદાવાદ :ગુજરાત સરકારના રાજ્યમંત્રી (ગૃહ) હર્ષ રામેશ્વર સંઘવીએ ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક દળના પ્રાદેશિક હેડક્વાર્ટર (ઉત્તર-પશ્ચિમ)ની મુલાકાત લીધી હતી.મંત્રીના સ્વાગતમાં કમાન્ડર, તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર-પશ્ચિમ) ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા, TM ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય તટરક્ષક દળના પરિચાલનના પાસાઓ તેમજ અન્ય ભૂમિકાઓ વિશે તેમની સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

  સંવાદ દરમિયાન, આદરણીય મંત્રીએ ભારતીય તટરક્ષક દળ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા, આપદા રાહત, સંયુક્ત ઓપરેશનો, સામુદાયિક ક્ષમતા નિર્માણ, માનવતા સહાય અને અન્ય ICGના આદેશો માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ભારતીય તટરક્ષક દળ અને રાજ્યની એજન્સીઓ વચ્ચે પારસ્પરિક તાલમેલ, સંપર્ક અને સંયુક્ત પ્રયાસોને બિરદાવ્યા હતા.

(8:37 pm IST)