Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

અમદાવાદના બોપલ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ : બે બિલ્ડિંગમાં એકસામટા 80 કોરોના પોઝિટિવ

સફલ 1માં 42 અને 2માં 38 એમ કુલ 80 કોરોના પોઝિટિવ કેસ:બંને બિલ્ડિંગને સિલ કરી કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકી

અમદાવાદ : અમદાવાદમાં ગઈકાલે અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા હતા. ત્યાં આજે ફરી શહેરના બોપલ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થયો છે. સાઉથ બોપલમાં આવેલી સફલ-1માં 42 અને 2માં 38 એમ કુલ 80 કોરોના પોઝિટવ કેસ એકસાથે આવતા તંત્ર દોડથું થઇ ગયું છે. સફલ 1 અને સફલ 2 એમ બંને બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને તેને કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવી છે.

શનિવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં પણ અત્યાર સુધીના સૌથી વધુ 373 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. ત્યારે આજે એક જ વિસ્તારની બે બિલ્ડિંગમાં 80 જેટલા કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલ સફલ 1માં 42 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે સફલ 2માં 38 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. એક જ જગ્યાએ આટલી મોટી સંખ્યા કોરોનાના કેસો નોંધાતા બધા કેસો નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે. બંને બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને બંનેને કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવી છે.South Bopal Corona

દિવાળી બાદ અમદાવાદમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. તકેદારીના ભાગરૂપે અમદાવાદ વિસ્તારમાં શુક્રવાર રાત્રે 9 કલાકથી સોમવારે સવારે 6 કલાક સુધી સતત 57 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તે ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરામાં પણ રાત્રી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.

(5:24 pm IST)